તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:વઢવાણના નગરપતિ ક્ષેમશંકરદાદા સોમવતી અમાસે નગરયાત્રાએ નીકળશે

વઢવાણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં શ્રાવણી અમાસ સોમવારે શોભાયાત્રા યોજાશે. - Divya Bhaskar
વઢવાણમાં શ્રાવણી અમાસ સોમવારે શોભાયાત્રા યોજાશે.
  • 100 વર્ષથી શ્રાવણી સોમવતી અમાસ નિમિત્તે શોભાયાત્રાની પરંપરા

ભોગાવો નદીકાંઠે વસેલા વઢવાણનગરમાં 100વર્ષથી પરંપરા મુંજબ શ્રાવણી સોમવતી અમાસે મહાદેવ નગરયાત્રાએ નિકળે છે.જેમાં ક્ષેમશંકરમહાદેવ,રામનાથમહાદેવ, વડેશ્વરમહાદેવની શોભાયાત્રા સોમવારના રોજ યોજાનાર છે.આ શોભાયાત્રામાં શિવભક્તો મોટીસંખ્યામાં જોડાશે. વઢવાણનગરની ચારેબાજુ ગઢબનાવાયો છેજેમાં મહાદેવ મંદિરો આવેલા છે.રાજાશાહી સમયથી ક્ષેમશંકર દાદાની પુજાઅર્ચના થાય છે.વઢવાણમાં બ્રાહ્મણો અને શિવાલયો હરહર મહદેવનાનાદથી ગુંજીઉઠે છે.

જ્યારે શ્રાવણ માસની સોમવતીઅમાસે નગરયાત્રાની 100વર્ષ જુની પરંપરા છે.આ પરંપરા મુંજબ વઢવાણ નગરમાં મહાદેવો એક સાથે નગરયાત્રાએ નીકળે છે.આ અંગે બ્રહ્મસમાજના અગ્રણી અને સંસ્થાના પ્રમુખ પ્રફુલ્લભાઇ શુક્લએ જણા વ્યુકે વઢવાણ પ્રાચીન પરંપરા સાચવીને બેઠુ છે.શ્રાવણી સોમવતી અમાસે ક્ષેમશંકરદાદા, રામનાથમહાદેવ અને વડેશ્વરમહાદેવની શોભાયાત્રા ફરશે આ પ્રસંગે મહાપુજા અને મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમ પણ યોજાનાર છે.

અન્ય સમાચારો પણ છે...