તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસના આદેશો:જિલ્લામાં શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મામલે ન્યાયિક તપાસના આદેશો

વઢવાણ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નાયબ શિક્ષણ નિયામકે 15 જુલાઇ સુધીમાં અહેવાલ મોકલવા તાકીદ

સુરેન્દ્રનગર જિલ્લામાં 2 વર્ષથી પ્રાથમિક શિક્ષણમાં ગેરરીતિ, કૌભાંડ, ભ્રષ્ટાચારની રજૂ્આતો અને રાવ ઉઠી છે. આથી સરકારે કડક મહિલા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીની નિમણૂક કરી હતી. આ મહિલા અધિકારીએ પ્રાથમિક શિક્ષણમાં સફાઇ અભિયાન હાથ ધરાતા શિક્ષકોમાં રાહતની લાગણી ફેલાઇ હતી. બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 1000થી વધુ પ્રાથમિક શાળાઓમાં 6000થી વધુ શિક્ષકને છેલ્લા 2 વર્ષથી ઉચ્ચતર પગાર ધોરણ, પેન્શન કેસ, એલટીસી વગેરે બાબતે રૂપિયાની ઉઘરાણીઓ થતી હોવાની બૂમરાણો ઉઠી હતી.

રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘ, જાગૃત શિક્ષકોએ ઓડિયો, વીડિયો, ફોટા સાથે લેખિત રજૂઆતો કરી હતી. નવા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવીએ ટીપીઓ અને કેળવણી નિરીક્ષકોની બદલીઓ અને નવી નિમણૂકોથી શિક્ષણની ગુણવત્તા અને અન્યાયની લાગણી દૂર કરવા પ્રયાસો હાથ ધર્યા છે. નાયબ શિક્ષણ નિયામક ગાંધીનગર એમ.કે.રાવલે શિક્ષકોને ઉચ્ચતર પગાર ધોરણ મળવા અંગેની ન્યાયિક તપાસ કરવા આદેશો કર્યા છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને 15 જુલાઈ સુધીમાં ત્રણ મુદ્દાઓ સંબંધી પત્રકો, યાદી રજૂ કરવાની તાકીદ કરાઇ છે.

શિક્ષકોની સેવાપોથી ગાંધીનગર મોકલવાની કાર્ય પદ્ધતિ ચર્ચામાં
સુરેન્દ્રનગર જિલ્લામાં 2018થી પાત્રતા ધરાવતા શિક્ષકોની સેવાપોથી બોક્સ ફંડ ગાંધીનગરને મોકલવાની કાર્ય પધ્ધતિ રજૂ કરવા આદેશો થયા છે. આ કાર્ય પધ્ધતિ શિક્ષકોમાં ચર્ચાનું કેન્દ્ર બની હતી. જેમાં વહીવટ કરનાર, સિનિયરો વચ્ચે અન્યાયની રાવ ઉઠી છે. ત્યારે અનેક જવાબદાર કર્મીઓ કાયદાકીય સાણસામાં ફસાય તેમ છે.

ગાંધીનગર મોકલેલા કેસોની પણ તપાસ થશે
જિલ્લામાં ઉચ્ચતર પગાર ધોરણ માટે નવા ખેલો થયા હતા. જેમાં ગાંધીનગર મોકલેલ સેવાપોથીની તાલુકાવાર યાદી રજૂ કરવા આદેશો થયા છે. વર્ષ વાર અલગ અલગ પત્રક રજૂ કરવાના હોવાથી દોડધામ મચી છે.

અન્ય સમાચારો પણ છે...