કાર્યવાહીની ગતિવિધિ શરૂ:ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ મામલે વળાંક: મામલો લવાદ કોર્ટમાં પહોંચ્યો

વઢવાણ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બિનખેતી હુકમ મામલે રજૂઆત બાદ કાર્યવાહીની ગતિવિધિ શરૂ થતા દોડધામ

ઝાલાવાડ જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળીનો મામલો લવાદ કોર્ટમાં પહોંચ્યો છે. જેમાં બન્ને પક્ષો લડી લેવાના મુડમાં છે. જ્યારે બિનખેતી હુકમ, વ્યવસ્થાપક મંડળ સામે બોજો નોંધની કાર્યવાહીની ગતિવિધિથી દોડધામ મચી છે. જેમાં વઢવાણ, લખતર તાલુકાના ગામોની આશરે 50થી વધુ હેક્ટર સરવે નંબરની જમીનો પર બોજા નોંધની કાર્યવાહીથી બચવા એડીચોટીનું જોર શરૂ થયું છે. ઝાલાવાડમાં જિનિંગ પ્રેસિંગ સહકારી મંડળીને પુન:જીવીત કર્યા બાદ રૂ.2.67 કરોડના ઊંચા ભાવે જમીન ખરીદી કૌભાંડમાં ભાજપના જ 2 જુથ આમને સામને આવી ગયા છે.

મંડળીના સભાસદો વજુભાઇ ગોહિલ વગેરે દ્વારા આ ખરીદેલી જમીન બિનખેતી હુકમ રદ કરવા ઉચ્ચકક્ષાએ રજૂઆત કરાઇ હતી.ત્યારબાદ વનરાજભાઇ પરમાર, વજુભાઇ મુખી વગેરે મંડળીના 10 વ્યવસ્થાપક કે કારોબારી સભ્યો પર બોજો નાંખવનજી રજૂઆત સાથે લવાદ કોર્ટમાં પહોંચ્યા હતા. જેમાં વઢવાણ તાલુકાના દેદાદરા, ફુલગ્રામ, વાડલા, ટીંબા, રામપરા, નાનાકેરાળા, માળોદ અને લખતર તાલુકાના બજરંગપુરા ગામની મિલકતોનો ઉલ્લેખ કરતા દોડધામ મચી છે. મંડળીના સંચાલકોનો સંપર્ક સાધતા જણાવ્યું કે 27-10ની મુદત પડી છે.

મંડળીની સામાન્ય સભામાં 227માંથી 222 સભાસદની સંમતિ છે. 5થી વધુ સભાસદ અમારા વિરુદ્ધ રજૂઆતો કરી છે. રજૂઆત કર્તા વજુભાઇ ગોહિલ અને વનરાજભાઇ પરમારે જણાવ્યું કે મંડળીના પ્રમુખ રાયમલભાઇ ચાવડા સહિત 10 કારોબારી સભ્યોને બોજો નોંધની રજૂઆત બાદ કાર્યવાહી શરૂ થઇ છે. જેમાં વઢવાણ તાલુકાના અને લખતર તાલુકાના એક ગામોની આશરે 50થી વધુ હેક્ટરની જમીન પર બોજો નોંધકર્યાની નકલો અમોને પ્રાપ્ત થઇ છે.

અન્ય સમાચારો પણ છે...