અનોખી રીતે લગ્ન:વઢવાણના ખોડુમાં પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવા બળદગાડામાં જાન જોડી

વઢવાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ખોડુ ગામેથી શણગારેલા બળદગાડામાં જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી. - Divya Bhaskar
ખોડુ ગામેથી શણગારેલા બળદગાડામાં જાન આકર્ષણનું કેન્દ્ર બની હતી.

સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામે રહેતા પરિવાર દ્વારા ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા ઉદ્દેશ સાથે આયોજન કર્યું હતું. જેમાં દીકરાની જાન શણગારેલા બળદગાડામાં યોજતા આકર્ષણનું કેન્દ્ર બની હતી સાથે સાથે આપણી વિસરાતી જતી. સુરેન્દ્રનગર શહેરમાં વસતા અને મૂળ ખોડુ ગામનાં રહીશ લાભુભાઇએ પ્રાચીન સંસ્કૃતિને ઉજાગર કરવાના ઉમદા હેતુ સાથે દીકરાની જાન બળદગાડામાં યોજી હતી.

બળદોને પણ શીંગડીયાળા એટલે કે શીંગડા પર ભરત ભરેલા કાપડનો શણગાર, મશીયાળા એટલે કે બળદના મોંના ભાગને પણ શણગારમાં આવ્યો હતો તેમજ ઝૂલું એટલે કે બળદની પીઠ પર રખાતા કપડાને પણ શણગારાયા હતા. બળદગાડામાં જાન યોજવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પશ્ચિમી સંસ્કૃતિને બદલે આપણી ઐતિહાસિક પ્રાચીન સંસ્કૃતિને જાળવી રાખવાનો હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું. શણગારેલા બળદગાડામાં આવેલી જાન વઢવાણ શહેરમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

અન્ય સમાચારો પણ છે...