તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:સુરસાગર સભાસદો માટે વીમા યોજના જાહેર, 73 મૃત સભાસદોના વારસદારોને સહાય

વઢવાણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ઝાલાવાડમાં પશુપાલનએ પશુપાલકો માટે આજીવિકાનું સાધન છે. પરંતુ પશુપાલકના મોત બાદ નોંધારા પરિવાર આધાર બનવા જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘે મરણોતર સહાય યોજના જાહેર કરી છે. જેમાં મૃતક સભાસદના પરિવારને રૂ.40,000થી સહાય આપીને આર્થિક મદદ કરવાનો સુરસાગરડેરીનાચેરમેન બાબાભાઇ ભરવાડ, એમ.ડી ગુરદીતસિંહ અને ડિરેક્ટરો દ્વારા નિર્ણય લેવાયો હતો.

આ યોજના અંતર્ગત સાત મહિના માં 73 સભાસદોના વારસદારોને આશરે રૂ.30 લાખની સહાય ચુકવણી કરવામાં આવી છે. જેમાં ઓકટોબર માસમાં નવ સભાસદો મૃત્યુ પામ્યા હતા. આથી દિવાળી પહેલા રૂ.3.60 લાખનો ચેક અર્પણ કરાયો હતો. આ પ્રસંગે ચેરમેન બાબાભાઇ ભરવાડે જણાવ્યુ કે સુરેસાગર ડેરી સભા સદો માટે સુખનો સાગર બની છે. ત્યારે મૃતક સભાસદોને આર્થિક સહાય અને અકસ્માત ગૃપ વીમા યોજના બનાવીને દુ:ખ સહભાગી થશુ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો