તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભ્રષ્ટાચાર:વઢવાણ તાલુકામાં તાઉતેની સહાયમાં ભ્રષ્ટાચાર કૌભાંડમાં તપાસના આદેશો

વઢવાણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 5 સદસ્યની રજૂઆત બાદ કૌભાંડ બહાર આવ્યું, નાયબ ડીડીઓની ટીડીઓને 3 દિવસમાં તપાસ અહેવાલની તાકીદ

વઢવાણ તાલુકા પંચાયતમાં ભાજપનું શાસન હોવા છતા ભાજપના જ 5 સભ્યે ભ્રષ્ટાચારની રજૂઆત કરી હતી. આથી નાયબ જિલ્લા વિકાસ અધિકારીએ વઢવાણ તાલુકા વિકાસ અધિકારીને 3 દિવસમાં તપાસના અહેવાલ મોકલવા તાકીદ કરી છે. વઢવાણ પંથકમાં તૌકતે વાવાઝોડાના લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર કૌભાંડમાં તપાસના આદેશોથી રાજકીય દોડધામ શરૂ થઇ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં તા.18 મેના રોજ તૌકતે વાવાઝોડુ પસાર થતા ખેતી પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું હતું. જેમાં સૌથી વધુ અસર વઢવાણ પંથકના કૃષીપાકોને થવા છતા ખેડૂતોને સહાય મળી ન હતી. બીજી તરફ દેદાદરા ગામમાં પાકા મકાનોને નુકસાન થતા લાખો રૂપિયાની સહાય વઢવાણ તાલુકા પંચાયત દ્વારા સરકારી સહાય ચૂકવાઇ હોવાનો આક્ષેપ થયા હતા.

વઢવાણ તાલુકા પંચાયતના ભાજપ પક્ષના તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન અવનીબા સંજયસિંહ સોલંકી, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ચંદુભાઈ વી.મકવાણા, સદસ્ય સોનલબેન કાનજીભાઈ ચાવડા, પ્રફુલ્લાબા જીતેન્દ્રસિંહ ઝાલા, માધુભાઈ નાગજીભાઈ રાણાએ તા. 8 જુલાઈના રોજ લેખિત રજૂઆતમાં ભ્રષ્ટાચાર અને નાણાકિય ગેરરિતી થયાનું જણાવાયુ હતુ.

આથી ભાજપ શાસિત વઢવાણ તાલુકાપંચાયતને બચાવવા ભાજપ મોવડી મંડળે કવાયત હાથ ધરી છે. આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ તાલુકા પંચાયતા સદસ્યોની રજૂઆતના આધારે તપાસના આદેશો કર્યા છે. જેમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી વઢવાણ તાલુકા વિકાસ અધિકારીને ત્રણ દિવસમાં તપાસના અહેવાલો મોકલી આપવા લેખિત પત્ર પાઠવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...