વૃક્ષારોપણ:ઝાલાવાડમાં શિક્ષણમાં ઇનોવેશન 1000 વૃક્ષોનું વાવેતર કરવા સંકલ્પ

વઢવાણ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાકક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલમાં વૃક્ષારોપણ કરવા સંકલ્પ લેવાયા, પર્યાવરણ અંગે જાગૃતિ લાવવા વૃક્ષોના રોપાનું વિતરણ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા જિલ્લા કક્ષાના ઇનોવેશન ફેસ્ટીવલનું ત્રિમંદિર ખાતે આયોજન કરાયું હતું, જેમાં 30થી વધુ ઇનોવેટિવ શિક્ષકોએ કૃતિ રજૂ કરી હતી. આ તકે શિક્ષણમાં ઇનોવેશન સાથે 1000 વૃક્ષોનું વિતરણ કરી વાવેતર અને ઉછેરનો સંકલ્પ કરાયો હતો. શિક્ષણનગરી સુરેન્દ્રનગરમાં દર વર્ષે કાંઈક નવું સંશોધન કરવામાં આવે છે, જેમાં પ્રાથમિક, માધ્યમિક ક્ષેત્રે શિક્ષકો શિક્ષણનું ઇનોોવેશન ક્રાંતિ રજૂ કરે છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા આ વર્ષે પણ ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન કરાયું હતું. બે દિવસીય ફેસ્ટીવલમાં સમિતિના અધ્યક્ષ નરેન્દ્ર મુંજપરા, ડાયેટ પ્રાચાર્ય સી. ટી. ટુંડિયા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી એમ. જી. રથવીના હસ્તે પ્રારંભ કરાયો હતો. સાતમા ફેસ્ટીવલમાં 30 શિક્ષકે વૈજ્ઞાનિક કૃતિ રજૂ કરી હતી. જેમાં સાંસ્કૃતિક, પાણી, પ્રદૂષણ, અધ્યયન, શિક્ષણ વગેરેની કૃતિઓએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે તાલીમ ભવનના પ્રાચાર્ય સી. ટી. ટુંડિયાએ તમામ શિક્ષકોને 1000 વૃક્ષોનું વિતરણ કર્યું હતું જ્યારે પર્યાવરણ જાળવણી માટે તેનું વાવેતર અને ઉછેરનો સંકલ્પ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...