તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:વઢવાણમાં પ્રાથમિક સુવિધાઓ વધવાને બદલે ઘટી છે : રહીશો

વઢવાણ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
વઢવાણમાં રહીશોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી. - Divya Bhaskar
વઢવાણમાં રહીશોએ કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી.
 • ઠેરઠેર ગટર, પાણી રસ્તાની સમસ્યા વકરી
 • પાલિકા સાંભળતી ન હોવાની કલેક્ટર કચેરીમાં રજૂઆત

વઢવાણમાં અવારનવાર ગટર ઉભરાતાં ભર શિયાળે ચોમાસાનો માહોલ સર્જાય છે. આ અંગે સુરેન્દ્રનગર પાલિકાને રજૂઆત કરવા છતા પગલા લેવાયા નથી. ત્યારે પછાત વિસ્તારોમાં રસ્તા, ગટર જેવી પ્રાથમિક સુવિધા પ્રશ્ને કલેક્ટર કચેરીમાં મહિલા સહિત લોકોએ રજૂઆત કરી છે. જેમાં પાલિકા કાર્યવાહી ન કરતી હોવાથી ચૂંટણી સમયે આંદોલનની ચીમકી અપાઇ છે.

વઢવાણ પાલિકાનો સુરેન્દ્રનગર પાલિકામાં સમાવેશ થતા સુવિધા વધવાને બદલે ઘટી રહ્યાનો ઘાટ સર્જાયો છે. જેમાં ભોગાવા નદીના કાંઠે જીઆઇડીસી કોઝવે બિસ્માર અને રિવરફ્રન્ટના કોઇ ઠેકાણા નથી. જ્યારે ધોળીપોળ, ખાંડીપોળ, શિયાણીનીપોળમાં ગટરોના ગંદા પાણી રસ્તા પર જોવા મળે છે. કોળીપરા, દોદરકોઠા, સ્મશાન આસપાસ વિસ્તારમાં સમસ્યાના ઢગ છે.

નવાદરવાજા, શિયાણીની પોળ દરવાજા બહારના વિસ્તારના રહીશો રજૂઆત માટે કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા. આ અંગે વિણાબેન, નિતીનભાઇ, જીતુભાઇઅે જણાવ્યુ કે ગટરોની સફાઇ, કચરાના ઢગ, બિસ્માર રસ્તાથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. જ્યારે સુરેન્દ્રનગર પાલિકાના 10 કિ.મી દુર સુધી આવી ધરમધક્કા ખાવા છતા કોઇ કાર્યવાહી થતી નથી. આથી ચીફઓફિસર યોગ્ય પગલા લેવા સુચના આપે તેવી અમારી માંગ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો