તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:ભરઉનાળે સૌરાષ્ટ્રનું પાણિયારું ઝાલાવાડ થશે જળબંબોળ

વઢવાણ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઝાલાવાડ સૌરાષ્ટ્રની ધરાને નર્મદાનાં નીર નવપલ્લવિત કરશે
 • સૌની યોજના દ્વારા 4000 MCFT નર્મદા નીર છોડવાનો પ્રારંભ, સમગ્ર સૌરાષ્ટ્રને પાણી અપાશે

ઝાલાવાડ અને સૌરાષ્ટ્રની ધરાને નવ પલ્લવિત કરવા નર્મદાના નીર છોડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળીધજા, લીંબડી, ભોગાવો, વોડદ જળાશય ભરવામાં આવી રહ્યા છે. આથી સૌથી યોજના અંતર્ગત 4000 એમ.સી.એફ.ટી પાણી છોડાશે જેમાં સૌરાષ્ટ્રના 50 જળાશયો, 100થી વધુ તળાવો અને 500 ચેક ડેમો નર્મદાના નીરથી ભરાશે.

સુરેન્દ્રનગર જિલ્લાના ઢાંકી પંમ્પિંગ સ્ટેશનમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ માટે 4000 એમ.સી.એફ.ડી પાણી છોડવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્ર વિસ્તાર માટે સૌની યોજના દ્વારા પૂરક સિંચાઇ તથા પીવાનું પાણી પૂરું પાડવાની કવાયત રાજ્ય સરકારે હાથ ધરી છે. જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 20 માર્ચથી નર્મદાના નીર છોડવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર ધોળીધજા જળાશયમાં તા.26 માર્ચથી 12 દિવસ માટે નર્મદાના નીર ભરવામાં આવી રહ્યા છે.

જ્યારે લીંબડી ભોગાવો વડોદ જળાશય ખાતે તા.20 માર્ચથી નર્મદાના નીર છોડવામાં આવી રહ્યા છે. આ અંગે નર્મદા પાણી પુરવઠા વિભાગ અધિકારી એ. કે.પટેલે જણાવ્યું કે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના 50 જળાશયો 100થી વધુ તળાવો અને 500 ચેકડેમો નર્મદાના નીરથી ભરાશે. જેમાં 4000 એન.સી.એફ.ટી નર્મદાનું પાણી છોડાયુ છે. 1 એપ્રિલથી મોરબી, જામનગર, રાજકોટ માટે પાણી છોડાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો