તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:શિક્ષણ સમિતિની બેઠકમાં પ્રા. શાળાઓના નિર્ણયો લેવાયા

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ હતી. - Divya Bhaskar
સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક યોજાઇ હતી.
  • લીંબડી, તાલુકાની શાળાના ઠરાવો મંજૂર, કોરોનાકાળમાં શિક્ષકો, બાળકોની સુરક્ષાની ચર્ચા કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિની બેઠકમાં શિક્ષણ અંગેના સાતથી વધુ ઠરાવો પસાર થયા હતા. જેમાં લીંબડી અને વઢવાણ તાલુકાની પ્રાથમિક શાળાઓના નિર્ણય લેવામાં આવ્યા હતા.જ્યારે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા, કોરોના અને વેક્સિન બાબતે ચર્ચા વિચારણા કરાઇ હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં એક હજાર પ્રાથમિક શાળાઓના 6000થી વધુ શિક્ષક અને 2.15 લાખ વિદ્યાયાર્થી શિક્ષણ સમિતિ હેઠળ કાર્યરત છે. કોરોનાકાળમાં ધો.1થી 8 શિક્ષણ ઓનલાઇન ચાલી રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિની બેઠક ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા અને પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબને ગઢવીના અધ્યક્ષસ્થાને યોજાઇ હતી. જેમાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી માનસંગભાઇ રથવી સમિતિના સભ્યો જયેશભાઇ ભૂત, ભરતસિંહ ચાવડા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં લીંબડી તાલુકાના શિયાણી પેસેન્ટર 01 અને ગામની અન્ય શાળાને બનાવાયું હતું. જ્યારે ઉટડી ગામમાં શાળાઓ મર્જ કરી ઉટડી પેસેન્ટર શાળા ધો.1થી8ની કરવા બહાલી અપાઇ હતી. જ્યારે વઢવાણ તાલુકાની ગોમટા જૂની પ્રાથમિક શાળાની જમીન ગ્રામપંચાયતને પરત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ બેઠક બાદ કોરોના કાળમાં શિક્ષકો અને બાળકોની સુરક્ષા અંગે ચર્ચા વિચારણા સદસ્યોએ કરી હતી. જ્યારે પાણશીણા પ્રાથમિક શાળામાં એક્સચેન્જ લોકેશન માટે જગ્યા ફાળવવાની ચર્ચા પણકરીને માર્ગદર્શન મંગાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...