તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રઝળપાટ:કોરોના કેસમાં વઢવાણ હોટસ્પોટ છતાં 2 દિવસથી રસી અપાતી જ નથી

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આરોગ્ય કેન્દ્રના ધક્કા ખાય છે

વઢવાણ તાલુકામાં 12 દિવસમાં કોરોનાના 326 કેસ નોંધાયા છે. જિલ્લાના હોટસ્પોટ તાલુકામાં જ રસીનો જથ્થો ખૂટી પડ્યો છે. 2 દિવસથી 45 વર્ષ ઉપરના લોકોને રસીના પહેલા ડોઝનો જથ્થો ન પહોંચાડાતો હોવાથી લોકોને વઢવાણના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લાઇનમાં ઊભા રહેવું પડે છે અને ધક્કા ખાવા પડી રહ્યા છે.જિલ્લામાં 2.11 લાખ લોકોએ રસી લીધાના આંકડા આરોગ્ય વિભાગ આપે છે પરંતુ પ્રથમ અને બીજા ડોઝ માટે લોકોને રીતસર રઝળપાટ કરવો પડે છે. સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 45 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન અપાતી હતી.

2 દિવસથી વેક્સિનનો જથ્થો મળતો નથી. આ અંગે અનિલભાઇ, રાજદિપસિંહે કહ્યું કે વઢવાણ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં હાલ બેડ, ઑક્સિજન, દવાઓ, વેક્સિન મળતી નથી. જ્યારે આરોગ્ય અધિકારી ડૉ.ચંદ્રમણી કુમારે જણાવ્યું કે જિલ્લામાં હાલ પ્રથમ ડોઝનો 500, બીજા ડોઝનો 1000નો જથ્થો ઉપલબ્ધ છે. વઢવાણ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 45 વર્ષથી ઉપરના માટે એકમાત્ર રસીકરણ કેન્દ્ર છે. સુરેન્દ્રનગર, જોરાવરનગર, રતનપર અને 42 ગામના લોકો પ્રથમ ડોઝ માટે ધક્કા ખાય છે.

2 દિવસે 90 વેક્સિન ફાળવાઇ
વઢવાણ સામુહિક આરોગ્ય આરોગ્ય કેન્દ્રમાં બે દિવસમાં માત્ર 90 વેક્સિન જ આવે છે. બુધવારે, ગુરુવારે એક પણ વેક્સિન ન ફાળવાતા લોકોને ધક્કા પડે છે. લોકોના રોષ વચ્ચે સ્ટાફ પણ મુશ્કેલીમાં મુકાય છે.

અન્ય સમાચારો પણ છે...