તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકોમાં હરખની હેલી:સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વર્ષે શિક્ષકોને વતનનો લાભ મળ્યો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં વર્ષો બાદ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન
  • ધો.1થી 5માં 17 જગ્યાઓ ભરાઇ, 70 જગ્યાઓ ખાલી

સુરેન્દ્રનગર જિલ્લામાં 5 વર્ષ બાદ જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાતા પ્રાથમિક શિક્ષકોમાં આનંદની લાગણી ફેલાઇ હતી. ત્યારે જિલ્લા શિક્ષણ સમિતિ ખાતે શુક્રવારે રાજ્યભરના 100થી વધુ શિક્ષકો ઉમટી પડ્યા હતા. જેમાં વર્ષો બાદ વતનનો લાભ મળતા શિક્ષકોમાં હરખની હેલી જોવા મળી હતી.

રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં બદલી કેમ્પ કરવા આદેશો કર્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરાની ઉપસ્થિતિમાં શુક્રવારના રોજ જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કર્યુ હતુ.જેમાં નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી માનસંગભાઇ રથવી, ગીરીશભાઇ ગઢવી, ભરતભાઇ દલવાડી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓએ જહેમત ઉઠાવી હતી.

સુરેન્દ્રનગર જિલ્લામાં આવવા માંગતા રાજ્યભરમાંથી 136થી વધુ શિક્ષકોને બીઆરસી ભવન શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર ખાતે બોલાવાયા હતા. સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 197 શાળાઓમાં સંભવિત 233 ખાલી જગ્યાઓનું લિસ્ટ બહાર પાડ્યુ હતુ. જેમાં ધો.1 થી 5માં 87, ધો. 6થી8માં ગણિત વિજ્ઞાન માટે 70 અને સામાજીક વિજ્ઞાન માટે 76 જગ્યાઓ બતાવવામાં આવી હતી. પરંતુ ધો.1થી 5માં માત્ર 17 જેટલી જ જગ્યાઓ ભરાઇ હતી. સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો બાદ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન થતા શિક્ષકોમાં આનંદ સાથે વતનની વાટ પકડી હતી. જ્યારે આ કેમ્પ સિનિયોરીટી પ્રમાણે અને પારદર્શિતા થાય માટે જિલ્લા શિક્ષણ સમિતિ સભ્યો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ માર્ગદર્શન આપ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...