તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવો ચીલો:ઝાલાવાડમાં વડસાવિત્રી વ્રતમાં વડ વાવેતરનો નવો ચીલો ચાતર્યો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખોડુમાં મહિલા શિક્ષકોને વડ વાવીને ઉછેરનો સંકલ્પ કર્યો

ઝાલાવાડમાં વડ સાવિત્રી વ્રતમાં વડપુજનની પરંપરા છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલા શિક્ષિકાઓએ વડનું વાવેતર કર્યુ હતુ. આ તકે દરેક શાળાઓમાં વડનું વાવેતર થાય તેવો સંકલ્પ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહિલા આગેવાનોએ કર્યો છે.

સુરેન્દ્રનગર જિલ્લાભરમાં વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી હતી. પરંપરા મુંજબ મહિલાઓએ વડની પ્રદક્ષિણા કરી તાંતણો બાંધી કરી હતી. વઢવાણ તાલુકાના ખોડુ ગામના શિક્ષિત મહિલાઓએ કોરોનામાં ઓક્સીજનનું મહત્વ સમજાવી વડ વાવેતર કર્યુ હતુ. ખોડુ પ્રાથમિક શાળાના મહિલા શિક્ષિકા ભાવિકાબેન, ઉષાબેન, વીભાબેન મીતાબેન, હુસેનાબેને વડતુ઼ વાવેતર કર્યુ હતુ. જેમાં ખોડુ કુમાર બને વડનું વાવેતર કર્યુ હત.

જેમાં ખોડુ કુમાર અને કન્યા શાળામાં પાંચથી વધુ વડનું વૃક્ષારોપણ અને ઉછેરનો સંકલ્પ કર્યો હતો.જ્યારે સુરેન્દ્રનરગ જિલ્લામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મહિલા આગેવાન કલ્પનાબેન વાઢેર, જયાબેન પટેલ, મધુબેન વગેરેએ જણાવ્યુ કે વડસાવિત્રી વ્રતથી વડના વાવેતરનો પ્રારંભ થયો છે. દરેક શાળામાં વડનું વાવેતર થાય અમારી અપીલ છે. વડ વૃક્ષએ પક્ષીઓનું આશ્રયસ્થાન છે. જ્યારે પક્ષી તેના ટેટા ખોરાક તરીકે ઉપયોગ કરતા હોવાથી જીવદયાનું પુણ્ય મળે છે. આ ઉપરાંત ઓક્સીજન પાર્કનું મુળ હોવાથી દરેક ગામ અને દરેક શાળામાં વડનું વાવેતર અભિયાન અમારૂ છે.

અન્ય સમાચારો પણ છે...