તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં 800 વર્ષ પ્રાચિન ઐતિહાસિક હોલમાતા વાવમાંથી પાણી ભરેલ બેડા બહાર આવતા પૂજાની પરંપરા છે. આ પરંપરા મુજબ ત્રણ થી ચાર વર્ષે પાણી ભરેલા સ્ટીલના વાસણો ઇઢોંણી સાથે બહાર આવે છે. ગુરૂવારે સ્ટીલની બોઘણી બહાર આવી હતી. આથી પરંપરા મુજબ ગ્રામજનોએ ઢોલ નગારા સાથે બોઘણીને વધાવી ગ્રામજનોએ એક સાથે નિવૈદ કરીને મહાપ્રસાદ લીધો હતો.વઢવાણ પંથકમાં 999 વાવો આવેલી છે આ દરેક વાવ ઐતિહાસિક પરંપરા છે.
ત્યારે વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં આવેલી હોલમાતાની વાવ અનોખી ઐતિહાસિકતા અને પરંપરા ધરાવે છે. આ હોલમાતા મંદિર પાસે આવેલ હોલવાવ 800 વર્ષ જુની છે. વાવ માંથી દર ત્રણથી ચાર વર્ષે વાવમાં પડી ગયેલા વાસણો પૈકી કોઇ પણ બેડુ કે અન્ય વાસણો આપોઆપ બહાર આવવાની પરંપરા છે. વાવ માંથી જયારે વાસણ બહાર આવે ત્યારે ગ્રામજનો તેને માતાજીની પ્રસાદી સમજે છે. અને તે દિવસે ગામના દરેક ઘરમાં લાપસીના નિવૈદ ધરાવવામાં આવે છે.
2018ની સાલમાં વૈશાખ સુદ પૂનમે આ વાવમાંથી ઈંઢોણી સાથેનું બેડુ બહાર આવ્યુ હતુ.આ અંગે બલદાણાના પૂર્વ સરપંચ અને ભૂવા ધીરૂભા અસવારે જણાવ્યુ કે, હોલ માતા એ અમારા ગામ દેવી છે. અને આજે પણ ગ્રામજનોને અપાર આસ્થા છે. દુષ્કાળના સમયમાં પણ આ હોલમાતા વાવમાંથી ગ્રામજનોને પાણી મળી રહે છે.ગુરૂવારે બઘોણી બહાર આવ્યા બાદ ગામમાં ઉત્સાહનો માહોલ હતો. લોકોએ ઢોલ નગારા સાથે ગામ દેવીને નિવૈદ ધરાવ્યા હતા.વાવ માંથી નિકળેલા વાસણોને હોલ માતાજી પાસે પૂજા માટે મૂકવામાં આવે છે.
વિજ્ઞાન, ઘર્મ અને શ્રદ્ધાનો સુભગ સમન્વય
વાવ કે કુવામાં પાણીના વહેણ બદલાય છે. આંતરિક ફેરફારો અંદર થતા આ ઘટના સર્જાય છે. જેમાં માટીના કે સ્ટીલના વાસણો વમળો વચ્ચે બહાર આવે છે. હોલમાતા વાવમાં દર ત્રણ વર્ષે આ ઘટના બને છે. આ ઘટના વિજ્ઞાન, શ્રધ્ધા-ધર્મનો સમન્વય થયેલો બતાવે છે. - પટેલ દશરથભાઇ
બાળકોએ આવીને કહ્યું કે ઘુંમરા મારતા પાણીમાં બઘોણુ તરે છે
મારૂ ઘર વાવની સામે જ છે.ગુરૂવારના દિવસે નાના છોકરાઓ મારી પાસે આવી કહ્યું કે વાવનું પાણી ઘુમરાવે ચડયુ છે.આથી હું દોડીને ત્યા ગયો હતો. ઘુમરે ચડેલા પાણીમાં બોઘણુ બહાર આવ્યુ હતુ.આથી ગામ ભેગુ થયુ હતુ. -વિક્રમસિંહ ધિરૂભા, વાવમાંથી નિકળેલા વાસણને જોનાર
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.