તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:અનાજ વિતરણની કામગીરી શિક્ષકોને સોંપાતાં શિક્ષણને અસર

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ મામલતદારને શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું. - Divya Bhaskar
વઢવાણ મામલતદારને શૈક્ષિક મહાસંઘના આગેવાનોએ આવેદન પાઠવ્યું હતું.
  • રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મામલતદારને આવેદન પાઠવ્યું

મધ્યાહન ભોજન યોજના અંતર્ગત શાળાઓમાં અનાજ વિતરણની કામગીરી પ્રાથમિક શિક્ષકોને જોડ્યા છે. આથી શૈક્ષિક મહાસંઘે વઢવાણ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં આ કામગીરીમાંથી શિક્ષકોને મુક્તિ આપવા માગ કરી હતી.

કોરોના મહામારીને કારણે પ્રાથમિક શાળામાં અનાજ કામગીરી અને ફૂડ સિક્યોરીટી એલાઉન્સ કામગીરી શાળાના આચાર્ય અને શિક્ષકોને સોંપવામાં આવે છે. પરંતુ હાલ શાળાઓ ખૂલતા શેરી શિક્ષણ, હોમલર્નિંગ ઓનલાઇન શિક્ષણ શરૂ થયું છે. આથી આ કામગીરીમાંથી મુક્તિ માટે સુરેન્દ્રનગર જિલ્લા શૈક્ષિક મહાસંઘે લેખિત રજૂઆત વઢવાણ મામલતદાર કચેરી ખાતે કરી હતી. જેમાં મહામંત્રી દશરથસિંહ, સંગઠનમંત્રી જિજ્ઞેશભાઇ આલ, વઢવાણના અધ્યક્ષ દીનેશભાઇ ડોડિયા, મંત્રી કંદર્પભાઇ રાવલ, જગદીશભાઇ ચાવડાએ મામલતદાર જી.ડી.બરોલિયાને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ આવેદનપત્રમાં જણાવ્યા મુજબ પ્રાથમિક શાળાઓ ખૂલતા શિક્ષકો શિક્ષણની કામગીરીમાં જોડાયેલા છે. ત્યારે અનાજ વિતરણની કામગીરી મધ્યાહન ભોજન યોજનાના કર્મીઓને સોંપાય તે જરૂરી છે. શિક્ષકો હાલ ઓનલાઇન શિક્ષણ કોરોના જાગૃતિ અને સરવે શેરી શિક્ષણ કરી રહ્યા છે. આ અંગે યોગ્ય પરિપત્ર કરવાની માગણી કરી છે. આ સમયે વઢવાણ મામલતદારે ઘટતુ કરીને શિક્ષકોને કામગીરીમાંથી મુક્તિ માટે સૂચના માટે ખાત્રી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...