રાજ્યના પ્રાથમિક શિક્ષોકની સજ્જતા સર્વેક્ષણના બહાની પરીક્ષા આગામી સમયમાં લેવાનું નકી કરાતા રાજ્યભરમાં ઘેરા પ્રત્યાધાત પડી રહ્યા છે. જેમાં શિક્ષકો વિરોધમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પણ જોડાયું છે. રાજ્ય પરીક્ષા બોર્ડની બેઠકમાં શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ નહીં કરવામાં આવેતો તેનો સામૂહિક બહિષ્કાર કરવાની ચીમકી આપી હતી.
રાજ્યના પ્રાથમિક શિક્ષકો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રૂપી પરીક્ષાના કારણે આંતરિક રોષ સાથે અપમાનજનક સ્થિતિમાં મુકાયા છે. જેને પગલે રાજ્યભરના પ્રાથમિક શિક્ષકો વિરોધ કરતા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંધ દ્વારા પણ તેમની માંગણીને ધ્યાને લઇને રાજ્ય પરીક્ષા બોર્ડની બેઠકમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો આગામી 24 તારીખે તેનો બહિષ્કાર કરાશે.
આ અંગે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષકોની સાથે સૌરાષ્ટ્ર વિભાગ મહિલા પ્રભારી કલ્પનાબેન વાઢેર, રાજ્ય પ્રદેશ મંત્રી સહદેવસિંહ ઝાલા ,જિલ્લા અધ્યક્ષ રણછોડભાઈ કટારિયા, સંગઠન મંત્રી જીજ્ઞેશભાઈ આલ, જિલ્લા ઉપાધ્યક્ષ અનિલભાઈ મકવાણા સાથે બેઠક કરી હતી. આ અંગે જિલ્લા પ્રચાર પ્રમુખ હેમલભાઈ તુરખિયાએ જણાવ્યું કે રાજ્ય સરકારની તમામ કામગીરીમાં અગ્રેસર રહેતા શિક્ષકોની સજ્જતા ઉપર સવાલ ઉઠતા શિક્ષકો અપમાનની લાગણી અનુભવી રહ્યા છે. જો આ સર્વેક્ષણ રદ કરવામાં નહીં આવે તો તેનો સામૂહિક બહિષ્કાર કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.