તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વઢવાણ ભાજપમાં બળવાના બ્યૂગલ:ગઢના કોર્પોરેટરે અપક્ષ ઉમેદવારી નોંધાવી, યુવા ભાજપના 50 આગેવાનો કોંગ્રેસમાં જોડાતાં ગરમાવો

વઢવાણ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

વઢવાણ શહેરમાં ભાજપ પક્ષે નિષ્ઠાવાન કાર્યકરોને બદલે આયાતી,કોંગ્રેસી અને કોન્ટ્રાકટરોને ટિકિટ આપતા બળવાના બ્યૂગલ વાગી ચૂક્યા છે. જેમાં ગઢના કોર્પોરેટરે અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. જયારે વધુ એક સુધરાઇ સભ્યે નારાજગી વ્યક્ત કરી બળવો કરતા રાજકીય ગરમાવો ફેલાયો છે. સુરેન્દ્રનગર-વઢવાણ સંયુક્ત નગરપાલિકામાં વોર્ડ નં.11, 12 અને 13માં ભાજપમાં ટિકિટ ફાળવણી મુદે ભારે અસંતોષ ઉભો થયો છે. જેમાં બહારથી આયાતી, કોંગ્રેસી અને કોન્ટ્રાકટરોને ભાજપે મેદાનમાં ઉતારી નિષ્ઠાવાન કાર્યકરો કોરણે મૂકાયાનો રોષ કાર્યકરો વ્યક્ત કરી રહ્યા છે.

વઢવાણ સોમપુરાની વાડીમાં એક સાથે ચાર કોર્પોરેટરો ભાજપનું કમળ છોડી કોંગ્રેસનો પંજો પકડયો હતો. ત્યારે શનિવારે વધુ અસંતોષ બહાર આવ્યો છે. જેમાં વઢવાણ ગઢ વિસ્તારના ભાજપના સદસ્ય ધર્મેન્દ્રસિંહ પરમારે બળવો કર્યો છે. જેમાં અપક્ષ ઉમેદવારી કરી છે. જ્યારે કોર્પોરેટર રાયસંગ ડોડીયાના ધર્મપત્ની ધર્મિષ્ઠાબાએ ઉમેદવારી કરતા વોર્ડ નં. 13માં માલધારી સમાજના મૂળજીભાઈ કાટોડીયા વગેરેમાં ભારે નારાજગી સાથે બળવાના બ્યૂગલ ફૂંકયા છે.

બીજી તરફ વોર્ડ નં. 13માં ભાજપના પૂર્વ કોર્પોરેટર વિક્રમસિંહ જાદવના ભાઈ રાજેન્દ્રસિંહના પત્ની સેજલબા જાદવે ઉમેદવારી પત્ર ભર્યુ છે. જ્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અંકિતસિંહ ભટ્ટીએ પણ ભાજપને રામરામ કર્યા છે. ત્યારબાદ વોર્ડ નં.7માં ઉમેદવારી કરીને કોંગ્રેસ ઘરમાં વાપસી કરી હતી. આ ઉપરાંત વોર્ડ નં. 13માં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા વિક્રમસિંહ ડોડીયાએ પણ ઉમેદવારી કરી છે. જ્યારે ભાજપ માલધારી સમાજને ટિકિટ ન આપતા ચાર ટર્મથી ચૂંટાતા મૂળજીભાઈ કાટોડિયા બળવાના બ્યૂગલ ફૂંક્યા છે. બીજી તરફ યુવા ભાજપના ધર્મજીતસિંહ ડોડીયા સહિત 50 યુવાનોએ ભાજપ છોડીને કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.

રબારી સમાજના 2 આગેવાને પક્ષમાં હેરાફેરી કરી ફોર્મ ભર્યાં
ચોટીલાઃ ભાજપ છોડી કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ શહેર અને નગરપાલિકાના પ્રથમ પ્રમુખ બેચરભાઇ પરમાર કોંગ્રેસમાંથી ચોટીલા વોર્ડ નં.4 ની ઉમેદવારી કરી. તો ચોટીલા શહેર કોંગ્રેસ પ્રમુખ અજય સામંડે કોંગ્રેસ છોડી ભાજપ પ્રવેશ કરનારના ધર્મપત્નીએ ભાજપમાંથી તાલુકા પચાયત સણોસરા સીટની ઉમેદવારી કરી છે. આ ચોટીલામાં રબારી સમાજના 2 આગેવોનોએ ઉમેદવારી પત્રો ભરતાં સ્થાનિક રાજકારણ જામ્યું છે.

ધ્રાંગધ્રા : કોંગ્રેસની છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની પસંદગીમાં દોડધામ
ધ્રાંગધ્રા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ફોર્મ ભરવાના છેલ્લા દિવસે રાજકીય ગરમાવો દેખાયો હતો. જેમાં ધ્રાંગધ્રામાં 1 જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત અને નગરપાલિકાની 5 સીટ બિનહરીફ ભાજપને મળી છે. જ્યારે કોંગ્રેસ છેલ્લી ઘડી સુધી ઉમેદવારોની પસંદગીમાં દોડધામ કરતુ જોવા મળી રહ્યુ હતુ. જિલ્લા પંચાયતની 4 બેઠકો માટેની કોંઢ બેઠક પર કોંગ્રેસ કે કોઈ ઉમેદવારી પત્ર નહી ભરાતા ભાજપના ઉમાબા દેવપાલસિંહ ઝાલા બિનહરીફ વિજેતા બન્યા હતાં. જિલ્લા પંચાયતની મોટી માલવણ બેઠક ઉપર ભાજપ સિવાય એક આમ આદમી પાર્ટી ઉમેદવારી નોંધાવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા અન્ય બે બેઠક ઉપર નોંધાવી છે. જ્યારે તાલુકા પંચાયતની બેઠકોમાં રાજપર, મોટી માલવણ અને વાવડી બેઠક ઉપર કોંગ્રેસના કોઇ ઉમેદવારે ઉમેદવારી પત્ર નહી ભરાતા ભાજપ 3 બેઠક બિનહરીફ મળી છે. આ ઉપરાંત નગરપાલિકાની કુલ 36 બેઠકોની ચૂંટણીમાં વોર્ડ નંબર 8માં ભાજપ સિવાય કોઈ ઉમેદવારીપત્ર નહી ભરાતા 4 બેઠક અને વોર્ડ 6ની બક્ષીપંચ મહિલાની સીટમાં પણ ઉમેદવારી પત્ર નહીં આવતા બક્ષીપંચ મહિલા બીનહરીફ વિજેતા બન્યા હતાં. 5 નગરપાલિકા બેઠક બિનહરીફ ભાજપને મળતા કાર્યકરોમાં ભારે ઉત્સાહ સાથે વિજયઉત્સવ મનાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો