લેન્ડ કમિટીની બેઠક:વઢવાણ તાલુકાના 30 લાભાર્થીને મફત પ્લોટ વિતરણ કરાયા

વઢવાણ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણ તાલુકાના 30 લાભાર્થીને 100 ચોરસવારના મફત પ્લોટની ફાળવણી કરાઈ. - Divya Bhaskar
વઢવાણ તાલુકાના 30 લાભાર્થીને 100 ચોરસવારના મફત પ્લોટની ફાળવણી કરાઈ.

વઢવાણ તાલુકાના 30 લાભાર્થીને 100 ચોરસવારના મફત પ્લોટની ફાળવણી કરાઈ છે. વઢવાણ તાલુકામાં 7 વર્ષ બાદ લેન્ટ કમિટી થતા ગરીબ લાભાર્થીઓને નવું વર્ષ ફળદાય બન્યું છે. આ તમામ લાભાર્થીઓને મકાન પણ બનાવી દેવાની જાહેરાત પણ કરાઇ હતી.

વઢવાણ તાલુકામાં છેલ્લા 7 વર્ષથી લેન્ડ કમિટીની બેઠકમાં મફત પ્લોટ ફાળવણી થતી ન હતી. ત્યારે વઢવાણ તાલુકા પંચાયતમાં નવા તાલુકા વિકાસ અધિકારી જય ગોસ્વામી અને પ્રમુખ મુક્તાબેન રાયમલભાઈ ચાવડાએ લેન્ડ કમિટીની બેઠક કરી હતી. જેમાં 30 લાભાર્થીઓને 100 ચોરસવારના મફત પ્લોટની મંજૂરીની મહોર મારી હતી. વઢવાણ તાલુકામાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આત્મનિર્ભર ગ્રામયાત્રા નાના કેરાળા ખાતે સમાપન થયું હતું. જેમાં દીપસંગભાઈ ડોડીયા, રાયમલભાઈ ચાવડા, સંજયસિંહ સોલંકી વગેરે આગેવાનો હાજર રહ્યા હતા. જ્યારે વઢવાણ તાલુકા પંચાયત ખાતે તાલુકા કક્ષાનો સમાપન સમારોહ યોજાયો હતો.

આ તકે પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી, મામલતદાર હરપાલસિંહ ડોડીયા, રાયમલભાઈ ચાવડા, ચંદુભાઈ મકવાણા, અમૃતભાઇ ડાભી, ટીડીઓ જય ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સખી મંડળની બહેનો તથા ઘરથાળના લાભાર્થીઓને હુકમો આપવામાં આવ્યા હતા.

આ અંગે તાલુકા વિકાસ અધિકારી અનિલ ગોસ્વામીએ જણાવ્યું કે, આ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત રૂ. 1.50 લાખની સહાય મકાન બનાવવા માટે ચૂકવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...