તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કરોડોનું કૌભાંડ:ઝાલાવાડ જિનિંગ મુદ્દે વઢવાણ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખે રજિસ્ટ્રાર પાસે માહિતી માગી

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહકારી મંડળીમાં કરોડોના કૌભાંડમાં ભાજપના સહકારી આગેવાનોની ભૂમિકા

ઝાલાવાડ જીનિંગ સહકારી મંડળીના કરોડો રૂપિયાના કૌભાંડમાં ભાજપપક્ષના સહકારી આગેવાનોની ભુમિકા બહાર આવી છે. ત્યારે વઢવાણ તાલુકા પંચયાતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા રજિસ્ટ્રારમાં 10 મુદ્દાની માહિતી માંગતા ભાજપમાં ભડકો થયો છે.

જિલ્લામાં સહકારીક્ષેત્રે મજબુત બનવા ભાજપે કોંગ્રેસી આગેવાનોને ભાજપમાં લાવ્યા હતા. આ દરમિયાન વઢવાણ માર્કેટીંગયાર્ડમાં ભાજપના જ બંન્ને જુથો આમને સામને આવી જતા જિલ્લા સહકારી ક્ષેત્રે નવાજુનીના એંધાણ વર્તાયા હતા. ત્યારે ઝાલાવાડ જીનિંગ સહકારી મંડળી અને તાઉતે વાવાઝોડુ દેદાદરા ગામમાં વિવાદ સર્જયો છે. ઝાલાવાડ સહકારી મંડળીની મિલકતો સભાસદોની માહિતી માટે ભાજપનું એક જુથ સક્રિય થતા વિધાનસભાની ચૂંટણીમાં આ વર્ષે મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બનશે. વઢવાણ તાલુકા પંચાયતના પૂર્વપ્રમુખ અને ભાજપના આગેવાનો વનરાજભાઇ ભવાનભાઇ પરમારે જિલ્લા રજિસ્ટ્રારમાં 10 મુદ્દાઓની માહિતી માંગી છે. જેમાં ઝાલાવાડ જીનિંગ એન્ડ પ્રેસિંગ સહકારી મંડળીની સ્થાપના, ફડચા,મંડળીને પૂન:જીવિત કરવી વગેરે બાબતોની માહિતી માંગી છે.

જ્યારે ઝાલાવાડ જીનિંગ સહકારી કંપની અધિનિયમ 2013 હેઠળ આવે છે. કેમકે મુદ્દાઓ ઉડાડતા સહકારી ક્ષેત્રનું લોલમલોલ અને પોલમપોલ બહાર આવ્યુ છે. વઢવાણ માર્કેટિંગયાર્ડ તાઉતે વાવાઝોડુમાં લાખો રૂપિયાનુ કૌભાંડ ખુલ્લુ પાડવા ભાજપના આગેવાનો બહાર આવતા જુના કોંગ્રેસીઓને કેમ બચાવાયા તે અંગે કાર્યકરોમાં મુંઝવણ ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...