તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:વઢવાણ-જોરાવરનગરને જોડતા રોડ પર વડ પાસેનું સર્કલ તૂટતાં અકસ્માતનો ભય

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણ-જોરાવરનગર રસ્તા પરનું વડ સર્કલ તૂટી ગયું હોવાથી અકસ્માતનો ભય છે. - Divya Bhaskar
વઢવાણ-જોરાવરનગર રસ્તા પરનું વડ સર્કલ તૂટી ગયું હોવાથી અકસ્માતનો ભય છે.
  • લોખંડની એંગલો દુર્ઘટના સર્જે તે પહેલા રિપેરિંગ કરવા લોકમાગ ઊઠી

વઢવાણ-જોરાવરનગર રસ્તા પર વડસર્કલ પાસે વર્ષોથી સર્કલ બનાવાયું છે. પરંતુ આ લોખંડનું સર્કલ ઠેરઠેર તુટી ગયુ છે. આથી અહીંથી પસાર થતા વાહનચાલકોને અકસ્માતનો ભય રહે છે. આથી વહેલી તકે આ સર્કલ રિપેરિંગ કરવા લોક માંગ ઊઠી છે. ભોગાવો નદીપર જિલ્લા પંચાયત કચેરીથી આર્ટસ કોલેજ સુધી રિવરફ્રન્ટ બન્યો છે. પરંતુ વઢવાણ-જોરાવરનગર અને રતનપર તરફ રિવરફ્રન્ટના ઠેકાણા નથી. ત્યારે વઢવાણ-જોરાવરનગર રસ્તા પર ઠેરઠેર બાવળો અને ખાડાઓના કારણે રસ્તો બિસમાર છે. આ રસ્તે વઢવાણ વડ સર્કલ પાસે વિશાળ તોપ સાથે રમણીય સર્કલ બનાવાયું હતું.

પરંતુ આ વડ સર્કલ પરઅકસ્માતને લઇ તૂટી ગયું છે. જેમાં લોખંડની એંગલો ઠેરઠેર તૂટી ગઇ છે. આ અંગે મુકેશભાઇ, વિક્રમભાઇ દવે, રાજુભાઇ ગઢવી, જીતુભાઇ દલવાડી સહિતનાઓએ જણાવ્યું કે આ રસ્તા પર ધરશાળા, શનિમંદિર, ગણપતિ ફાટસર મંદિર, બાપાસીતારામ મઢુલી વગેરે સ્થાનકો આવેલા હોવાથી ભક્તો અને વાહનચાલકોની અવરજવર રહે છે. આ સર્કલ તૂટેલું હોવાથી અકસ્માતો સર્જાવાની ભીતિ રહે છે આથી કોઇ દુર્ધટના સર્જાય પહેલા લોકહિતમાં સર્કલ રિપેરિંગ કરવા માંગણી અને લાગણી છે.

અન્ય સમાચારો પણ છે...