તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:વડોદ ડેમમાંથી પાણી છોડાતાં ખેડૂતો હરખાયા

વઢવાણ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
વડોદ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ.તસવીર અસવાર જેઠુભા - Divya Bhaskar
વડોદ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી છવાઇ.તસવીર અસવાર જેઠુભા
 • બલદાણા વગેરે ગામોમાં 2 હજાર વીઘા જમીનમાં રવીપાકનું વાવેતર શરૂ
 • ભાજપના આગેવાનોની સિંચાઇ વિભાગમાં કરાયેલી રજૂઆત રંગ લાવી

વઢવાણ તાલુકાના વડોદ ડેમમાંથી સિંચાઇનું પાણી છોડવાની ભાજપના આગેવાનો અને ખેડૂતોએ રજૂઆત કરી હતી. ત્યારે નાની સિંચાઇ પેટા વિભાગ સાયલા દ્વારા વડોદ ડેમમાંથી પાણી છોડાયુ છે. આથી લીંબડી, ચૂડા અને વઢવાણ તાલુકાના ગામોની બે હજાર વીઘા જમીનને પાણી મળતા રવિપાકનું વાવેતર શરૂ થયુ છે.સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, લીંબડી અને ચૂડા તાલુકાના 20થી વધુ ગામો માટે વડોદ ડેમ આશીર્વાદ રૂપ બન્યો છે. પરંતુ રવિપાકના વાવેતર સમયે સિચાઇનું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો. આથી વઢવાણ તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ પટેલ, દિપસંગભાઇ ડોડીયા, દશરથભાઇ કચિયા, જોરૂભા અસવાર, અંબારામભાઇ, હિરાભાઇ વગેરેએ રજુઆત કરી હતી. આથી ધારાસભ્ય ધનજીભાઇ પટેલ અને કિરીટસિંહ રાણા વગેરેએ સિંચાઇ વિભાગમાં પાણી છોડવા માટે ચર્ચા વિચારણા કરી હતી.

જેમાં બલદાણા, ઉધલ, વડોદ, બોડીયા, રાસકા વગેરે ગામોને પાણી મળે તે માટે આયોજન કરાયુ હતુ. આ દરમિયાન સાયલા સિંચાઇ વિભાગ દ્વારા વડોદ ડેમમાંથી પાણી છોડાયુ હતુ.. આથી ખેડૂતો રવિપાકના વાવેતરની તૈયારીઓમાં લાગી ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લાના બલદાણા, વડોદ, ઉધલ, રાસકા, બોડીયા વગેરે ગામોમાં જીરૂ, વરીયાળી, જુવાર, ચણા વગેરે રવિપાકનું વાવેતર શરુ થયુ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો