તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં ખેડૂતો, સભાસદોનો હોબાળો

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર રજિસ્ટ્રાર કચેરીએ ખેડૂત સભાસદોએ સહકારી મંડળી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો. - Divya Bhaskar
સુરેન્દ્રનગર રજિસ્ટ્રાર કચેરીએ ખેડૂત સભાસદોએ સહકારી મંડળી પ્રશ્ને હોબાળો મચાવ્યો હતો.
  • ભાજપના આગેવાનો મેદાનમાં ઉતરતા રાજકીય ગરમાવો

વઢવાણ તાલુકાની ઝાલાવાડ સહકારી જીન મંડળી 25 વર્ષ બાદ પુન:જીવીત પ્રશ્ને ખેડૂતો ખફા થયા છે. કરોડો રૂપિયાની જમીન કૌભાંડ પ્રશ્ને ખેડૂતોએ જિલ્લા રજિસ્ટ્રાર કચેરીમાં હોબાળો મચાવ્યો છે. જેમાં ભાજપના જ જુના જોગીઓને આયાતી કોંગ્રેસીઓ સામે બાંયો ચડાવીને લેખિત રજૂઆત કરતા વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો ફેલાયો છે.

વઢવાણ તાલુકામાં 25 વર્ષ બાદ સહકારી જીન મંડળીને ખેડૂતો અને સભાસદોને અંધારામાં રાખી પુન:જીવીત કરાતા વિવાદ ઉભો થયો છે. આ મંડળી પાસે રૂ.9 કરોડની રકમમાંથી દેદાદરા પાસે લાખો રૂપિયાની જમીન કરોડો રૂપિયામાં ખરીદવાના લેખિત આક્ષેપો ખેડૂતો કરી રહ્યા છે.

જ્યારે આ વિવાદમાં વઢવાણ તાલુકાના ભાજપના જૂના જોગીઓ મેદાનમાં ઉતર્યા છે. જેમાં વઢવાણ તાલુકા પંચાયતના પુર્વપ્રમુખ વનરાજભાઇ પરમાર, જીલુભાઇ ગોહિલ, વજુભા રાઠોડ વગેરે ખેડૂતો અને સભાસદોના હિતમાં ગાંધીનગર સુધી રજૂઆતોનો દૌર શરૂ કર્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા રજીસ્ટ્રાર કચેરીમાં ખેડૂતો, સભાસદો પહોંચી જઇ હોબાળો મચાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...