નવતર પહેલ:કોરોનામાં સ્વજનો ગુમાવનાર પરિવારોએ વૃક્ષોનું વાવેતર કર્યું

વઢવાણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્વજનોનું નામ વૃક્ષ પર નેમ પ્લેટમાં લખાશે

કોરોના કાળમાં અનેક પરિવારોએ સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે ઝાલાવાડને હરિયાળુ બનાવવા સ્વજનો પાછળ વૃક્ષોનું વાવેતર માટે અભિયાન હાથ ધરાયુ છે.જેમાં વઢવાણ શનિમંદિરના સેવકોએ અનોખી પહેલ કરી છે. તમે વૃક્ષો વાવો અને તેનું અમે જતન કરીશુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીમાં ઓક્સીજનના અભાવે અનેક સ્વજનો મોતને ભેટ્યા છે.ત્યારે આ સ્વજનોની યાદમાં એક વૃક્ષ વાવીને ઓક્સીજન મેળવવાની અપીલ કરાઇ છે.વઢવાણ ભોગાવા નદી કાંઠે હજારો વૃક્ષોનું વાવેતર થઇ શકે તેમ છે. ત્યારે સ્વજનો પાછળ વૃક્ષોનું વાવેતર થાય છે. પરંતુ તેનુ યોગ્ય જતન ન થતા વૃક્ષોનું બાળ મરણ થાય છે. આથી વઢવાણ ઘરશાળા રોડ પર આવેલા શનિમંદિરના ભક્તોએ અનોખી પહેલ કરી છે.

જેમાં પ્રકાશભાઇ ભટ્ટ, દિપકભાઇ જોષી, જોરૂભા ડોડીયા વગેરે દ્વારા અનોખુ આયોજન કરાયુ છે. આ આયોજન અંતર્ગત સ્વજનોનું નામ વૃક્ષપર નેમપ્લેટ આપવામાં આવશે. ત્યારબાદ વૃક્ષફરતુ ફેન્સીંગ ગાર્ડ, ટપકપધ્ધતિ સતત પાણી અને દરઅઠવાડીયે દેશીખાતર દ્વારા ચાર વર્ષ સુધી અમે માવજત કરવામાં આવશે. આ અંગે શનિમંદિરના ભક્તોએ જણાવ્યુ કેભોગાવા કાંઠે વૃક્ષોનો ઉછેર કરવાથી પશુ-પક્ષીઓને વીસામો બનશે. આ કુદરતી, પ્રાકૃતિ ખીલતા ઓક્સીજનનું પ્રમાણ વધશે.

અન્ય સમાચારો પણ છે...