તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સમસ્યા:વઢવાણ તાલુકામાં વીજ ધાંધિયા, ગ્રામજનો પરેશાન

વઢવાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વસ્તડી, વાઘેલા , ખારવા,બલદાણા સહિતના ગામોમાં વારંવાર વીજળી ગુલ થવાની સમસ્યા

વઢવાણ તાલુકામાં વીજ ધાંધિયાને લીધે ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે વસ્તડી, વાઘેલા, બલદાણા, ખારવા વગરેરે ગામોના લોકો વીજકચેરીમાં વારંવાર રજૂઆતો કરવા છતાં સમસ્યા હલ કરાઇ નથી. જો સમસ્યા દૂર નહીં કરાયતો ગ્રામજનો અને ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.

વાવાઝોડા બાદ વઢવાણ તાલુકાના ગામોમાં પાંચ દિવસે વીજ પુરવઠો પૂર્વવત થયો હતો.ત્યારે હાલ બપોરે સાંજે અને રાત્રે વારંવાર વીજ પુરવઠો ખોરવાઇ જાય છે. આ અંગે વસ્તડીના સરપંચ રેખાબેન ગોહિલ, વાઘેલાના સરપંચ નારુભા મસાણી, વીજયસિંહ અસવાર સહિતનાઓએ વારંવાર વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરી છે. વઢવાણ તાલુકાના ખારવા, બલદાણા, વસ્તડી, વાઘેલા આસપાસના ગામોમાં વઢવાણ અને લીંબડી વીજ કચેરીમાં સમાવેશ થાય છે. વઢવાણ પંથકમાં વીજ ધાંધિયાને કારણે ખેડૂતો ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

સતત વીજપુરવઠો ગુલ રહેવાથી ગ્રામજનોને 10થી 15 કિમી શહેરી વિસ્તારોમાં કામકાજ માટે રઝળપાટ કરવો પડે છે. આથી વઢવાણ અને લીંબડી વીજકચેરીના અધિકારીઓ વીજ ધાંધિયા બંધ કરી વીજપુરવઠો ઝડપી અને સતત આપે તેવી લાગણી અને માંગણી ઊઠી છે.

અન્ય સમાચારો પણ છે...