તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષકો કોરોના વોરિયર્સ:દરેક શિક્ષક 10થી વધુ લોકોને વેક્સિન લેવા સંમત કરશે

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન લેવા માટે શિક્ષકો કોરોના વોરિયર્સ બનશે

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને હરાવવા માટે કોરોના વોરિયર્સ શિક્ષકો ઘરેઘરે ફરી રહ્યા છે. ત્યારે એક શિક્ષક 10 લોકોને વેક્સિન લેવા સહમત કરી રહ્યા છે. આથી જૂન મહિનાના અંતમાં છ લાખથી વધુ અને 100 ટકા લોકો વેક્સિન લે તેવો માઇક્રો પ્લાનિંગ સુરેન્દ્રનગર શિક્ષણ શાખાએ બનાવ્યું છે.

ઝાલાવાડમાં કોરોના મહામારીને લીધે શિક્ષણ, વેપારીને ભારે અસર થઇ છે. કોરોના પોઝિટિવને લીધે અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. હાલ જિલ્લામાં કોરોનાને હરાવવા એક માત્ર ઉપાય વેક્સિન છે. આથી સુરેન્દ્રનગર જિલ્લાના 100 ટકા વેક્સિન કામગીરી થાય તે માટે આરોગ્ય અધિકારી ચંદ્રમણિ કુમાર, નાયબ આરોગ્ય અધિકારી ડો.બનેસંગભાઇ ગોહિલ વગેરેએ આયોજન કર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાને હરાવવા માટે કોરોના વોરિયર્સ શિક્ષકો ઘરેઘરે ફરીને વેક્સિન લેવા લોકોને સહમત કરી રહ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, નાયબ શિક્ષણાધિકારી માનસંગભાઇ રથવી, ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા વગેરેએ પ્લાનિંગ કર્યું છે. જેમાં એક શિક્ષક 10 લાભાર્થીને વેક્સિન માટે સહમત કરે તે માટે લેખિત પરિપત્ર પણ કરાયો છે.

આ માટે 1000 જેટલી પ્રાથમિક શાળાઓના આચાર્ય, શિક્ષકો સીઆરસી, બીઆરસી વગેરની સંકલન ટીમો રોજેરોજ માર્ગદર્શન અને લાભાર્થીઓની યાદી મોકલી રહ્યા છે.

આગામી 30 જૂન સુધીમાં 100 ટકા કામગીરી પૂર્ણ થાય તેવું આયોજન કરાયું છે. આ અંગે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો અને સભ્યોએ જણાવ્યું કે અમો ગામના સરપંચ, તલાટી સાથે સંકલન અને સંપર્ક કરી રહ્યા છીએ.આથી આગામી સમયમાં 6 લાખથી વધુ લોકોને વેક્સિન માટે સહમત કરવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...