તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરેન્દ્રનગર જિલ્લાની આઠ મજબુત ટીમો વચ્ચે એસડીપીએલ ક્રિકેટ ટુર્નામેન્ટનું વઢવાણમાં આયોજન કરાયુ હતુ. જેમાં 10 ઓવરની પ્રત્યેક ટીમોએ 3 મેચો રમી હતી. જેની ફાઇનલ જયદ્વારીકાધીશ ઇલેવન અને ડ્રિમ વ્હિકલ ઇલેવન વચ્ચે રમાઇ હતી. આ ફાઇનલમાં ભારે રસાકસીના અંતે અંતીમ ઓવરમાં ડ્રિમ વ્હિકલ ટીમ વિજેતા બની હતી.
ઝાલાવાડમાં દર વર્ષે અનેક દિવસ અને રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટોનું આયોજન થાય છે. પરંતુ આ વર્ષ કોરોના મહામારીને લઇ આ ટુર્નામેન્ટોનું આયોજન શક્ય બન્યુ ન હતુ.ત્યારે હાલ દિવાળીના વેકેશનમાં દિવસે વઢવાણ-મુળચંદરોડ પર ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં જિલ્લા ભરની આઠ મજબુત ટીમો વચ્ચે ક્રિકેટ જંગ જામ્યો હતો. આ દસ ઓવરની મેચની ક્રિકેટ ટુર્નામેન્ટમાં દરેક ટીમોએ ત્રણ મેચ ફરજીયાત એક રમવાની હતી.આથી સુરેન્દ્રનગર-વઢવાણના ક્રિકેટ ધુરંધરો પણ ઉતર્યા હતા. જેમાં આઠ ટીમો વચ્ચે ફાઇનલમાં જય દ્વારીકાધીશ અને ડ્રિમ વ્હિકલ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. આ ફાઇનલ મેચમાં પ્રથમ દાવ લેતા દ્વારીકાધીશ ઇલેવન ટીમે 10 ઓવરમાં 88 રન કર્યા હતા. આ 88 રન કરવામાટે બીજા દાવમાં ઉતરેલી ડ્રિમ વ્હિકલ ટીમને ભારે પરીશ્રમ કરવો પડતા મેચ છેલ્લીઓવર સુધી રસાકસી ભરી બની હતી. આ મેચની છેલ્લી ઓવરના ચોથા બોલના અંતે ડ્રિમ વ્હિકલ ટીમ વિજેતા બની હતી. જેમાં મેનઓફધ સીરીઝ કુલદીપ રાવલ બન્યા હતા.સુરેન્દ્રનગરની એસડીપીએલ ટુર્નામેન્ટ જોવા માટે વઢવાણ મુળચંદ રોડ પરના મેદાનમાં રમત પ્રેમીઓ ઉમટી પડ્યા હતા.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.