તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇતિહાસ:વઢવાણમાં ધોળાપીર દાદા પરથી ધોળીપોળ દરવાજાનું નામ પડયું

વઢવાણ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ભોગાવા નદી અને સતી રાણકદેવી સાથે ધોળાપીરનો ઇતિહાસ, વઢવાણને પાણી વગરનો શ્રાપ પાછો ખેંચાવ્યો હોવાનો મત

વઢવાણ ભોગાવા નદીના કાંઠે હઝરત સુલતાનશાના બેસણા હતા. આ સમયે કથિત લોકોના કહેવા મુજબ રાણકદેવી સતી થવા વઢવાણ નગરમાં અગ્નિ માંગવા નીકળ્યા હતા. પરંતુ નગરજનોએ ન આપતા પાણી વગરનું ગામ રહેશે તેવો શ્રાપ રાણકદેવીએ આપ્યો હતો. આ સમયે રાણકદેવી હઝરત સુલતાનાશા પાસે અંગાર માંગ્યો હતો. પરંતુ હઝરત સુલતાનશા ઉર્ફે ધોળાપીરે વઢવાણ નગરને પાણી વગર રહેશે તે શ્રાપ પાછો ખેંચવા કહ્યુ હતુ. ત્યારે રાણકદેવીએ ભોગાવા નદીમાં પાણી નહી રહે તેવો શ્રાપ આપીને વઢવાણનગરને શ્રાપમાંથી મુક્ત કર્યુ હતુ. તેમ 80 વર્ષના હાજી ઇકબાલભાઈ મીરઝાએ જણાવ્યુ હતુ. વઢવાણ ભોગાવા નદીકાંઠે એક પીલુડી ઝાડ હતું. જેમાં દરેક પાન પર અલ્લાહ અને મહંમદ લખેલુ જોવા મળતા લોકો પણ ઘરે લઇ ગયા હતા.

શહેરના અનેક મુસ્લિમ પરિવારો આજે પણ આ પાંદડા સાચવી રાખ્યાનું પઠાણ દિલાવરખાન અબ્દુલખાને જણાવ્યુ હતુ. વઢવાણ ધોળીપોળ વિસ્તારનું નામ પણ ધોળાપીર દાદાની જગ્યા પર પડયુ હતુ. વઢવાણ ભોગાવા નદીકાંઠે હઝરત સુલતાનશાપીર ઉર્ફ ધોળાપીરદાદાની દરગાહ ઐતિહાસીક બની છે. દર રજબ ચાંદ-10 અને 11એ ધોળાપીર દાદાનો ઉર્ષ થાય છે. જેમાં હિન્દુ અને મુસ્લિમો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કોમીએકતાના દર્શન કરાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો