તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્યાયનો આક્ષેપ:સુજલામ્ સુફલામ્ યોજના હેઠળ 3 વર્ષની ગ્રાન્ટની વિગત જાહેર કરાતી નથી

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણ તાલુકામાં જળસંચય કામગીરીમાં અન્યાયનો આક્ષેપ
  • કરોડો રૂપિયાની ગ્રાન્ટ વપરાય છે છતાં વાઘેલા, કોઠારિયા સહિતનાં ગામોના લોકોને વીજળી અને પાણી માટે પણ રઝળપાટ કરવો પડે છે

વઢવાણ પંથકના ખેડૂતોને ગ્રામજનો સિચાઇ અને પીવાના પાણી માટે જળસંચય અભિયાન દરેક ગામોમાં કરી રહયા છે. પરંતુ આ યોજનામાં અન્યાય થતા અને ગરરિતીની આશ વચ્ચે રજૂઆત કરાઇ છે. જેમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત છેલ્લા ત્રણ વર્ષમાં કયા ગામમાં કેટલી ગ્રાન્ટ ફાળવણીની વિગતો માહિતી અધિકાર હેઠળ માંગવામાં આવી છે. પરંતુ માહિતી ન મળતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઇ છે.વઢવાણ તાલુકાના 45 ગામોમાં વિકાસના 30 વર્ષ પછી પણ અન્યાયની લાગણી ફેલાઇ છે. અમુક ગામોમાં પાણી, વીજળી, રસ્તાની સુવિધા માટે કરોડો રૂપીયા વપરાયા છે.

જ્યારે અડધો અડધ ગામો 24 કલાક વીજળી સપ્તાહમાં ત્રણ વાર પાણી અને રસ્તા માટે રજૂઆતો કરી રહ્યા છે. જ્યારે નર્મદાના નીર ખેતરો સુધી ન પહોંચતા કરોડો ખેડૂતો અને ગ્રામજનો માટે સુજલામ સુફલામ યોજના આશાનું કિરણ છે. પરંતુ આ યોજનામાં પણ અનેક ગામોને લાભ ન મળ્યાની રાવ ઉઠી છે. જેમાં વાઘેલા, કોઠારીયા સહિતના ગામોમાં વીજ ધાંધીયા પાણી માટે રઝળપાટ છે.

ત્યારે કોઠારીયા ગામના રેખાબેન અશોકભાઇ ચૌહાણે સુજલામ સુફલામ યોજનામાં 3 વર્ષની માહિતી માંગી હતી. જેમાં કયા ગામમાં કેટલી ગ્રાંટની ફાળવણીની વિગતો આપવા માંગ કરાઇ છે. આ અંગે અશોકભાઇ દલવાડીએ જણાવ્યુ કે ગામડાઓમાં સુજલામ સુફલામ યોજનાથી ગામના વિકાસને વેગ મળે છે. પરંતુ માહિતી આપવામાં ગલ્લા તલ્લા કરાય છે.

અન્ય સમાચારો પણ છે...