કાર્યવાહી:સુરેન્દ્રનગર-વઢવાણ વિસ્તારમાં દેશી દારૂના દરોડા: મહિલા સહિત 3 ઝબ્બે

વઢવાણ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પોલીસ ટીમે તાલુકાના વાડલા ગામેથી હીરાબેન સાર્દુલભાઈ પનારા રૂ. 40ની કિંમતના બે લીટર દેશીદારૂ સાથે અને શિયાળીપોળ દરવાજા પાસેથી બાબુ પોપટદેણાપરા દારૂ પીધેલી હાલતમાં તેમજ વઢવાણમાંથી માવજી દલા સોલંકી રૂ. 100ની કિંમતના 5 લિટર દારૂ સાથે ઝડપાઇ ગયા હતા. આ ઉપરાંત એલસીબી અને પેરોલફર્લો ટીમે વિમલનાથ સોસાયટી પાછળ કેમ્પ સ્ટેશન પાસે રેડ કરતા રૂ. 150ની કિંમતનો 7.5 લીટર દારૂ પકડાયો પણ સલમા મહેબુબ મુલતા ફરાર હતાં. વઢવાણ મંગળભુવન સામે રેડ કરતા ગણેશભાઈ લવજીભાઈ ઝીંઝુવાડીયા ફરાર હતાં. જ્યારે સુરેન્દ્રનગરમાંથી બી-ડિવીઝન પોલીસે શૈલેષ રામજીભાઈ ડેડાણીયાને પકડી પાડયા હતા.આ દરોડમાં પોલીસે કુલ રૂ. 550ની કિંમતનો 27.5 લીટર દેશી દારૂ જપ્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...