હાલાકી / વઢવાણ તાલુકાના ગામોમાં ભર ચોમાસે પીવાના પાણીના દેકારા, સમસ્યાની કાયમી નિકાલની ગ્રામજનોમાં માંગ

Demand for drinking water throughout the monsoon in the villages of Wadhwan taluka, demand for permanent solution of the problem among the villagers
X
Demand for drinking water throughout the monsoon in the villages of Wadhwan taluka, demand for permanent solution of the problem among the villagers

  • વાઘેલા સહિતના ગામોમાં 10 થી15 દિવસથી પાણી બંધ

દિવ્ય ભાસ્કર

Jul 11, 2020, 04:00 AM IST

વઢવાણ. વઢવાણ તાલુકાના અમુક ગામોમાં ભર ચોમાસે પીવાના પાણીના દેકારા શરૂ થયા છે. જેમાં વાઘેલા સહિતના ગામોમાં 10થી 15 દિવસથી પાણી ન મળતા લોકોને મુશ્કેલી પડી રહી છે.આથી વારંવાર સર્જાતી સમસ્યાના કાયમી નિકાલની ગ્રામજનોમાં માંગ ઉઠવા પામી છે. 

ઝાલાવાડના ગામડાઓમાં નર્મદા કેનાલ થકી પીવાનુ પાણી મળે છે. સુરેન્દ્રનગર જિલ્લાના 300 જેટલા ગામોને પાઇપ લાઇન દ્વારા પાણી પહોંચાડાય છે. જેમાં વઢવાણ તાલુકા અને મુળી તાલુકાના ગામોને જશાપર યોજનામાંથી પાણીની વ્યવસ્થા ગોઠવાઇ છે. પરંતુ અનેક ગામોમાં પાણી પહોંચતુ ન હોવાની બુમરાડો ઉઠી છે. ત્યારે વઢવાણ તાલુકાના ગામોમાં ભર ચોમાસે પાણીના દેકારા શરૂ થયા છે. આ અંગે અસવાર રાજેન્દ્રસિંહ, પટેલ શંકરભાઇ વગેરેએ જણાવ્યું કે વઢવાણના માળોદ, ખેરાળી થઇને વાઘેલા તરફ પાણી પાઇપલાઇન દ્વારા જાય છે. પરંતુ પાણી ન પહોંચતા ગ્રામજનો મુશ્કેલીમાં મુકાયા છે. મહિનામાં માત્ર 2 - 3 વાર જ પાણી મળે છે. આથી 15 દિવસે પાણી આવતા ગ્રામજનોની સ્થિતી કફોડી બની છે. આ અંગે વાઘેલાના સરપંચ નારૂભા મસાણીએ જણાવ્યુ કે, ગામમાં પાણી ન આવતા અનેક રજૂઆતો કરી છે. પરંતુ પાઇપ લાઇન તુટવી જેવા કારણો અપાય છે. ભર ચોમાસે પાણીની અછત છે ત્યારે 10 થી 15 દિવસે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ જરૂરી બન્યો છે. આ અંગે પાણી પુરવઠા જુથ યોજનાના કર્મીએ નામ ન આપવાની શરતે જણાવ્યુ કે ધોળીધજા ડેમમાં પુરતુ પાણી છે. આ પાણી જશાપર કે વિવિધ જુથ યોજનામાં પહોંચાડાય છે. તાલુકાના વાઘેલા વગેરે ગામોમાં કેમ વારંવાર આ પ્રશ્ન ઉભો થાય તેની તપાસ કરીશુ. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી