સમસ્યા:વાઘેલ સીમમાં પાઇપલાઇન લીકેજ થતાં પાકને નુકસાન

વઢવાણ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અનેક વાર પાઈપલાઈન તૂટતાં પાક બળી જાય છે

વઢવાણ તાલુકામાંથી પસાર થતી નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા સિંચાઇ માટે પાણી પહોંચાડાય છે. પરંતુ વાઘેલા ગામ પાસે પાઇપલાઇન તૂટી જતા ખેતરોમાં પાણી નુકસાન કરે છે. છેલ્લાં બે મહિના ખોદકામ બાદ પણ રિપેરિંગ ન થતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું છે.વઢવાણ પંથકમાં નર્મદા નહેર આશીર્વાદરૂપ બની છે. પરંતુ ખેતરોમાં નાંખવામાં આવેલી પાઇપલાઇનો ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની છે. વઢવાણ તાલુકાના માળોદ કેનાલ પાસેથી વાઘેલા, વઢવાણ અને ખારવા ગામની સીમમાં પાઇપલાઇનનો જમીનમાં ખેતરો વચ્ચે નખાઇ છે.

વાઘેલા ગામની સીમમાં અનેકવાર પાઇપ લાઇનો તૂટી જતા ખેતરોમાં ઉભો પાક બળી જાય છે.આ અંગે વસંતબા, મયુરસિંહ, દશરથસિંહ વગેરેએ જણાવ્યુ કે વાઘેલા સીમ જમીનમાં છ મહિનાથી પાણી ખેતરોની બહાર આવે છે. આ અંગે નર્મદા વિભાગ જાણ કરતા પાઇપ લાઇન શોધવા ખોદકામ કરાયુ છે. પરંતુ બે મહિનાથી રિપેરિંગ ન થતા ખેતરોમાં શિયાળુ અને ઉનાળુ પાકને નુકસાન પહોંચ્યું છે.

આગામી સમયમાં ચોમાસુ શરૂ થશે તો ખેતરોમાં જઇ નહીં શકાય આ અંગે રજૂઆત કરાતા ચાચુડી ઘડાવું છું જા કાબર બેન આવું છું ના જવાબો મળે છે. આથી આ લીકેજ પાઇપ લાઇન ઝડપી રિપેરિંગ કરવાની લાગણી અને માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...