નવી પહેલ / સાદાઇથી લગ્ન કરનારા યુગલને 1.25 લાખનું કરિયાવર અપાશે, 31મી જુલાઇ સુધી લાભ મળી રહેશે

લાભ મેળવનાર નવયુગલ
લાભ મેળવનાર નવયુગલ
X
લાભ મેળવનાર નવયુગલલાભ મેળવનાર નવયુગલ

  • કારડિયા રાજપૂત સમાજે સમૂહલગ્ન માટે નોંધણી કરાવનારા 25 પૈકી 5 દીકરીઓને કરિયાવર આપ્યું
  • 23મી માર્ચે યોજાનારા સમૂહલગ્ન માકૂફ રહેતા નિર્ણય લેવાયો

દિવ્ય ભાસ્કર

Jul 06, 2020, 04:00 AM IST

વઢવાણ. કોરાના મહામારીને લીધે સમૂહલગ્નોત્સવ થઇ શકે તેમ નથી. ત્યાર જિલ્લાના કારડીયા રાજપૂત સમાજે નવો અભિગમ અપનાવ્યો છે. જેમાં સમૂહ લગ્ન માટે નોંધણી કરાવનાર દંપતી કે પરિવાર સાદાઇથી લગ્ન કરે તો સવા લાખનો  કરિયાવર દિકરીના ઘરે પહોચાડવાની જાહેરાત કરી છે. કારડીયા રાજપૂત સમાજના દિપસંગભાઈ ડોડીયા, રૈયાભાઈ રાઠોડ, દીપસંગભાઈ અસવાર વગેરે આગેવાનોએ કન્યા કેળવણી માટે કન્યા છાત્રાલય ઉભુ કર્યુ છે.જ્યારે ખોટા ખર્ચા રોકવા અને દેખાદેખી બંધ કરવા સમુહલગ્નોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ત્યારે આ વર્ષે પણ માર્ચ મહિનામાં સમૂહલગ્નનું આયોજન કરાતા 25 યુવક-યુવતીઓના પરિવારે લગ્ન  માટે નોંધણી કરાવી હતી. પરંતુ કોરાનાને લીધે સમૂહલગ્ન થઇ શકતા ન હતા. આથી કારડીયા કારડીયા રાજપૂત સમાજે  કોરાના મહામારીમાં મદદરૂપ થવા માટે નવો અભિગમ  અપનાવ્યો છે.

પાંચ કપલને આ લાભ મળ્યો
જેમાં સાદાઇથી  લગ્ન કરનારને  જુદી જુદી રીતે મદદ કરવાની યોજના બનાવી છે.જેમાં કોરોના માહોલમાં લગ્ન કરનારે કેન્દ્ર સરકારના કાયદા પ્રમાણે જે પરિવાર માત્ર 50 વ્યક્તિઓ વચ્ચે લગ્ન કરશે અને જમણવાર નહી રાખે તેવા પરિવારને રૂ. 1.25 લાખનો કરિયાવર સમાજ આપશે. આ માટે લગ્ન કરનારે માત્ર લગ્નનો ફોટો સમાજને મોકલી આપવાનો રહેશે. આ અંગે પ્રવીણસિંહ અને સમૂહ લગ્ન સિમિતએ જણાવ્યું કે, તા. 31 જુલાઈ સુધી જે કારડીયારાજપૂત પરિવાર પોતાના દિકરા-દિકરીના લગ્ન સાદાઇથી કરશે તેમને આ લાભ મળશે. અમોએ નોંધણી કરાવેલ પૈકી પાંચ દંપતીને તેમના ઘરે કરિયાવર મોકલી આપ્યો છે.

સૌપ્રથમ નાનાકેરાળામાં સમુહલગ્નોત્સવ યોજાયા
દીપસંગભાઇ ડોડીયાએ જણાવ્યુ કે, વઢવાણના નાના કેરાળા ગામે 1997માં સૌપ્રથમ સમુહલગ્નોત્સવ યોજાયો હતો. હાલ 24મા સમુહ લગ્નોત્સવનું આયોજન 23 માર્ચના રોજ કરાયુ હતુ.  પરંતુ કોરોનાને સમુહલગ્નોત્સવ બંધ રાખીને આ ક્રાંતીકારી નિર્ણય લેવાયો છે.

માત્ર લગ્નનો ફોટો જ મોકલાવો
સુરેન્દ્રનગર સમુહ લગ્નોત્સવ સમિતિના સક્રિય કાર્યકર પ્રવિણસિંહ ચૌહાણે જણાવ્યુ કે હાલ 31 જુલાઇ સુધી જે દંપતિઓએ નોંધણી કરાવી છે તે કારડીયા રાજપૂત સમાજ પરીવાર પોતાના દિકરા-દિકરીના લગ્ન સાદાઇથી કરશે તેમને આ લાભ મળશે. કાયદા પ્રમાણે જે પરિવાર માત્ર 50 વ્યક્તિઓ વચ્ચે લગ્ન કરશે અને જમણવાર નહીં રાખે તેવા પરીવારને રૂ.1.25 લાખનો કરીયાવર સમાજ આપશે આ માટે લગ્ન કરનારે માત્ર લગ્નનો ફોટો સમાજને મોકલી આપવાનો રહેશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી