તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કૃષિ:ખેડૂત પાસેથી ટેકાના ભાવે કેટલા ઘઉં ખરીદાશે, કેન્દ્રો અંગે મૂંઝવણ

વઢવાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 16મીથી ક્લિન્ટલે રૂ.1975ના ભાવે ખરીદી કરાશે
  • નાગરીક પુરવઠા નિગમ દ્વારા કેન્દ્ર અને રજિસ્ટ્રેશન માટેનો ધમધમાટ શરૂ પરંતુ જાહેરાતોના આભાવે ખેડૂતો અંધારામાં

સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી 16 માર્ચથી ક્વિન્ટલ દિઠ રૂ.1975ના ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાનો નિર્ણય સરકારે કર્યો છે. નાગરીક પુરવઠા નિગમની દેખરેખ હેઠળ 31 માર્ચ સુધી ખેડૂતોના નામે નોંધણી કરવામાં આવનાર છે. પરંતુ ખેડૂતદીઠ કેટલી ખરીદી અને પેમેન્ટની સ્પષ્ટતા ન હોવાથી ખેડૂતો મુંઝવણમાં મુકાયા છે.

ઝાલાવાડમાં રવિસિઝનના 30 ટકા જમીનમાં ઘઉંનુ વાવેતર છે. જયારે 1 લાખ ટન ઘઉંનુ ઉત્પાદન થાય તેમ છે. ત્યારે રાજ્ય સરકારે તા.16 માર્ચથી ટેકાના ભાવે ઘઉંની ખરીદી કરવાની જાહેરાત કરાઇ છે. આથી વઢવાણ યાર્ડ સહિતના કેન્દ્રો પર સુરેન્દ્રનગર રાજીસ્ટ્રેશન શરૂ થાય તેવી આશા ખેડૂતોમાં નોંધાઇ છે. નાગરીક પુરવઠા નિગમ દ્વારા કેન્દ્ર અને રજીસ્ટ્રેશન માટેનો ધમધમાટ શરૂ થયો છે. બીજીતરફ એકખેડૂત પાસેથી કેટલો જથ્થો ઘઉં ખરીદી થશે તેવી કોઇ જાહેરાત થઇ નથી. જ્યારે ખેડૂતોને પેમેન્ટ ક્યારે મળશે તેની સ્પષ્ટતા કરાઇ નથી.

આ અંગે કિશોરભાઇ પટેલ, રાજદિપસિંહ વગેરેએ જણાવ્યુ કે રાજ્ય સરકારે ટેકાના ભાવે ઘઉંની ખરીદીની જાહેરાત કરી છે. પરંતુ ખેડુતોની નોંધણી પ્રક્રિયા ચાલુ થઇ નથી. જ્યારે ઘઉંનો જથ્થો અને પેમેન્ટ અંગે ખેડૂતોમાં મુંઝવણ છે. આથી ઝડપથી નોંધણી કેન્દ્ર સહિતની સ્પષ્ટતાની માંગ છે. જ્યારે પુરવઠા નિગમના પટેલભાઇએ જણાવ્યુ કે તા.16માર્ચથી 31 માર્ચ નોંધણી થશે જ્યારે કેન્દ્રોની જાહેરાત થશે બાકીની સ્પષ્ટતા રાજ્ય સરકાર કરશે.

અન્ય સમાચારો પણ છે...