અસ્થિ વિસર્જન:વઢવાણનાં કોરોનાકાળમાં મૃત્યુ પામેલા 600થી વધુ મૃતકને સામૂહિક શ્રદ્ધાંજલિ

વઢવાણ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના 600 મૃતકોના અસ્થિ ગંગાનદીમાં વિસર્જીત કરવામાં આવ્યા હતા. - Divya Bhaskar
વઢવાણના 600 મૃતકોના અસ્થિ ગંગાનદીમાં વિસર્જીત કરવામાં આવ્યા હતા.

કોરોનાકાળમાં મૃત્યુ પામેલા લોકોના અસ્થિઓનું સામૂહિક પૂજન ભોગાવો નદી કાંઠે આવેલા સ્મશાન ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત મૃતકોના પરિવારજનો, મહિલાઓ બાળકોના હસ્તે પૂજન કરાયું હતું. આ પૂજન બાદ 600થી વધુ અસ્થિઓને સર્વપિતૃ અમાસ નિમિતે હરિદ્વારમાં સેવાભાવી સંસ્થા દ્વારા વિસર્જીત કરાયા હતા.

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીએ અનેક કુટુંબોના આધારસ્તંભો છીનવી લીધા છે. ત્યારે વઢવાણ શહેરના સામાજિક આગેવાનોએ સામુહિક અસ્થિ પૂજન અને વિસર્જનની પરંપરા જાળવી છે.

વઢવાણ ભોગાવો નદી કાંઠે વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ દ્વારા રૂ.60 લાખના ખર્ચે લોકસહયોગથી મુક્તિધામ બનાવાયું છે. આ ટ્રસ્ટના અમિતભાઇ કંસારા, દશરથસિંહ બનેસંગભાઇ ગઢવી દ્વારા મોક્ષધામમાં અગ્નિ સંસ્કાર થનાર મૃતકના અસ્થિઓને હરિદ્વારા ગંગા નદીમાં વિસર્જન કરવાનો પ્રારંભ કરાયો હતો. આ પરંપરા દર વર્ષ હાલ મુનીમ નવીનભાઇ મહેતા અને તેમની ટીમ નિભાવી રહી છે.

કોરોના કાળમાં મૃત્યુ પામેલા 600થી વધુ મૃતકોના અસ્થિઓનું પૂજન બુધવારે સવારે આયોજન કરાયું હતું. વઢવાણ ભોગાવો નદી કાંઠે આવેલા મોક્ષધામમાં 200થી વધુ મૃતકોના પરિવારે ઉપસ્થિત રહી પૂજન કર્યું હતું. ત્યારે આ અસ્થિઓને સર્વપિતૃ અમાસે કાળુભાઇ ભરવાડ, કાળુભાઇ દલવાડી, અમિતભાઇ કંસારા સહિતની આગેવાનીમાં ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ વિધાન પ્રમાણે વિસર્જીત કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...