તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:આચારસંહિતા ગ્રહણ પુરૂ થયંુ અધુરા કામો પૂર્ણ કરાવવા માંગ

વઢવાણ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રસ્તા, નાળા, ગટર, પુલના કામો વચનની યાદ મતદારોએ અપાવી, વિકાસના કામો ગુણવત્તાયુક્ત કરવા રજૂઆત કરાઇ

વઢવાણ તાલુકામાં વિકાસના કામો ચૂંટણીબાદ શરૂ થયા છે. પરંતુ રસ્તા સહિતના કામોમાં લોટ પાણી અને લાકડાનો ઘાટ સર્જાયા હોવાની બુમરાડો ઉઠી છે. આથી અધુરાકામો ગુણવત્તાયુક્ત બને અને ચોમાસા પહેલા પુરાથાય તેવી માંગ ઉઠી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુર્ણ થતા આચારસંહિતાનું ગ્રહણ દુર થયુ છે. જેમાં નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં મતદારોને રસ્તા, નાળા, ગટર વગેરે વચનો અપાયા હતા. ત્યારે વિકાસના કામો ફરી શરૂ થઇ ગયા છે. પરંતુ કોન્ટ્રાક્ટરો વિકાસના કામોમાં લોટ, પાણી અને લાકડા જેવો કામોમાં ઘાટ સર્જાતો હોવાની બુમરાડો ઉઠી છે. આ અંગે દિલિપભાઇ, રાજેન્દ્રસિંહ, કિશોરભાઇ વગેરેએ જણાવ્યુ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદારોને રસ્તા, પાણી, ગટરના વચનો આપ્યા હતા. ત્યારે ચોમાસામાં મુશ્કેલી ન પડે તે માટે પુલ, નાળા બિસ્માર રસ્તાનુ નવીનીકરણ હાથ ધરાયુ છે. પરંતુ કામગીરીમાં વેઠ ઉતરાવતા વાહનચાલકો અને મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.

આ ઉપરાંત અધુરાકામો પુર્ણ નહીં થાય તો ચોમાસામાં મુશ્કેલી પડે છે. આ અંગે તાલુકા વિકાસ અધિકારી, જિલ્લાપંચાયત અને નગરપાલિકામાં લેખિત રજૂઆત કરી હતી. જેમાં અધુરાકામો પુર્ણ કરવા અને યોગ્ય ગુણવતા યુક્ત કરવાની લાગણી અને માંગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...