તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:પરિવર્તન; જાનૈયા-માંડવિયાઓએ વૃક્ષારોપણ કર્યું

વઢવાણ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના શિક્ષકે તેમના દીકરીના લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરાયું હતું. - Divya Bhaskar
વઢવાણના શિક્ષકે તેમના દીકરીના લગ્ન પ્રસંગે વૃક્ષારોપણ કરાયું હતું.
  • વર-વધૂએ હસ્તમેળાપ બાદ વૃક્ષારોપણ કરી દાન અને સેવાકાર્ય કર્યું

કોરોનાકાળમાં પરંપરામાં પરિવર્તન આવ્યું છે. લગ્ન જેવા માંગલિક કાર્યોમાં જમણવારને બદલે વૃક્ષારોપણને મહત્ત્વ અપાઇ રહ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારે પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરાવી નવો ચિલો ચાતર્યો છે. આ પ્રસંગે શાળાને હરિયાળી બનાવવા રોકડ રકમ અને વૃદ્ધાશ્રમમાં ભોજન સંકલ્પ કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના મહામારીમાં ઓક્સિજન અને પરંપરા પરિવર્તનનું મહત્ત્વ સમજાયું છે. જેમાં પ્રાથમિક શિક્ષકોએ પહેલ કરીને સમાજને નવી દિશા આપી છે.

સુરેન્દ્રનગર જિલ્લા રાષ્ટ્રીય પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદાર દિનેશભાઇ જોષીની પુત્રી ઉમંગીના લગ્ન પૃથ્વી મનીષભાઇ દવે સાથે યોજાયા હતા. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે વૃક્ષ વાવીને સમાજને નવી રાહ ચિંધી છે. જ્યારે વરઘોડિયા સાથે જાનૈયા અને માંડવિયાએ પણ વૃક્ષારોપણ શાળામાં કર્યુ હતુ.

આ તકે કન્યાના પરિવારજનોએ અનાથ આશ્રમ,વૃદ્ધાશ્રમમાં ભોજન પણ કરાવાયું હતું. જ્યારે કન્યના પિતા દિનેશભાઇ જોષીએ જણાવ્યું, કે આ લગ્ન અમારા જીવનપર્યત સંભારણું બની રહેશે. મારી શાળામાં વૃક્ષોના વાવેતર કરી તેના જતન માટે રોકડા રૂ.5000ની ભેટ લખાવી છે. આ ઉપરાંત પક્ષીઓને ચણ, ગાયોને નિરણપણ અપાયું હતું. શાળાના બાળકોને ઓક્સિજન પાર્ક માટે ગ્રીન શાળા બનાવવાનો સંકલ્પ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...