મોનસૂન ઈફેક્ટ / રતનપર બાયપાસ માળોદ રસ્તો અને કોઝવે બિસ્માર

Bypass Malod Road and Causeway Bismarck at Ratan
X
Bypass Malod Road and Causeway Bismarck at Ratan

  • રાહદારીઓને 10 કિમીનો ફોગટ ફેરો થાય છે

દિવ્ય ભાસ્કર

Jul 12, 2020, 04:00 AM IST

વઢવાણ. સુરેન્દ્રનગરના રતનપર બાયપાસ રસ્તાથી માળોદ તરફનો રસ્તો બિસ્માર બની ગયો છે. આ રસ્તા પરથી 10 ગામના લોકો પસાર થાય છે. પરંતુ તુટેલો કોઝવે પર ચોમાસામાં પાણી આવતા રસ્તો બંધ થઇ જાય છે. નાનામઢાદ, મોટામઢાદ, ફુલગ્રામ, રામપરા, ખોલડિયાદ, માળોદ, ટુવા, ગુંદીયાળા ગામના લોકો માટે રતનપર બાયપાસ રસ્તો આશીર્વાદરૂપ છે. રતનપર બાયપાસથી માળોદ જતો રસ્તો બિસ્માર બન્યો છે. આ રસ્તા પર કોઝવે પણ તુટેલો છે. જેના કારણે ચોમાસામાં આ રસ્તો બંધ થતા ગામના લોકોનો સંપર્ક તુટી જાય છે. કિશોરભાઇ પટેલ, નિલેશભાઇ વગેરેએ જણાવ્યુ કે વઢવાણ તાલુકાના 10 ગામોના લોકોને વઢવાણ થઇને સુરેન્દ્રનગર જવુ પડતુ હતુ. પરંતુ રતનપર બાયપાસ રસ્તો બનતા 10 કિ.મીનો ફોગટ ફેરો બચે છે.

પરંતુ આ રસ્તો બિસ્માર હોવાના કારણે કોઝવે માટે કાર્યવાહી જરૂરી છે. ચોમાસામાં 10 ગામના હજારો લોકોને 10 કિ.મીનો ફોગટ ફેરો ફરવો પડે છે. ચોમાસામાં જો ભારે વરસાદ પડે તો કોઝવે પર પાણી ફરી વળે છે. ત્યારે નર્મદા કેનાલ પરનો રસ્તો વિકલ્પ છે. જેમાં ખેરાળી થઇને આવવુ પડે છે. આથી બિસ્માર રસ્તાનુ રિપેરીંગ અને કોઝવેની જગ્યાએ ઓવરબ્રીજ બનાવવા લાગણી અને માંગણી છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી