તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:સુરેન્દ્રનગરની શાળાઓમાં શિક્ષણયજ્ઞનો પ્રારંભ

વઢવાણ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાં પ્રથમ દિવસે પુસ્તકોના વિતરણ માટે શિક્ષણ વિભાગ તંત્ર કામે લાગ્યું હતું. જેમાં દરેક શાળાઓમાં પુસ્તકો પહોંચાડી વિદ્યાર્થીઓને ઘેર ઘેર સુધી પહોંચતા કરવા માટે શિક્ષકો પણ કામે લાગ્યા હતા. - Divya Bhaskar
જિલ્લામાં પ્રથમ દિવસે પુસ્તકોના વિતરણ માટે શિક્ષણ વિભાગ તંત્ર કામે લાગ્યું હતું. જેમાં દરેક શાળાઓમાં પુસ્તકો પહોંચાડી વિદ્યાર્થીઓને ઘેર ઘેર સુધી પહોંચતા કરવા માટે શિક્ષકો પણ કામે લાગ્યા હતા.
  • પ્રથમ દિવસે શિક્ષકોને ઓનલાઇન તાલીમ, પ્રવેશ અને પુસ્તક વિતરણનું કામ કરાયું

સુરેન્દ્રનગર જિલ્લામાં ઉનાળુ વેકેશન બાદ સોમવારના રોજ શાળાઓ ધમધમતી થઇ છે. ત્યારે પ્રથમ દિવસે શિક્ષકોને ઓનલાઇન તાલીમ અપાઇ હતી. આ ઉપરાંત ધો.1થી 8માં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ પ્રારંભ કરાયો છે. જ્યારે લાખો વિદ્યાર્થીઓને પુસ્તકો પ્રાપ્ત થાય તે માટે વિતરણ કામગીરી હાથ ધરાઇ હતી.

કોરોના મહામારીને કારણે અનેક શિક્ષકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે નવા શૈક્ષણિક સત્રમાં કોરોના મહામારી દૂર થાય તેવી પ્રાર્થના કરાઇ હતી. આ ઉપરાંત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે અપીલ કરતા કોરોનામાં મૃત પામેલા શિક્ષકોના આત્માની શાંતિ માટે પ્રાર્થનાસભા શિક્ષકોએ કરી હતી. પ્રથમ દિવસે સુરેન્દ્રનગર પ્રાથમિક શિક્ષણાધિકારી મિતાબેન ગઢવી, શિક્ષણ ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા, નાયબ પ્રાથમિક શિક્ષણાધિકારી માનસંગભાઇ રથવી વગેરેએ શાળાના આચાર્યોને શિક્ષણ ધમધમતું થાય માટે માર્ગદર્શન આપ્યું હતું.

સોમવારે ધો.1થી8 શિક્ષકોને ઓનલાઇન તાલીમ અપાઇ હતી. ધો.1થી 8માં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ પ્રારંભ કરાયો છે. જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના આચાર્ય સી.ટી.ટુંડિયા, સર્વ શિક્ષા અભિયાનના દિનેશભાઇ સોલંકી વગેરેએ શાળાઓમાં શિક્ષકોને વિદ્યાર્થીઓને મુશ્કેલી ન પડે માટે માર્ગદર્શન આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...