જનજાગૃતિ:ગ્લોબલ વોર્મિંગ સામે જનજાગૃતિ માટે બાળાઓએ વઢવાણ ભોગાવા નદી અને પુલ પર સૂત્રો, ચિત્રો દોર્યા

વઢવાણ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણમાં દિવાળી વેકેશન સમયે બાળાઓએ પર્યાવરણ જાગૃતિના ચિત્રો દોર્યા. - Divya Bhaskar
વઢવાણમાં દિવાળી વેકેશન સમયે બાળાઓએ પર્યાવરણ જાગૃતિના ચિત્રો દોર્યા.

વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે જનજાગૃતિ જરૂરી બની છે. ત્યારે વઢવાણમાં દિવાળી વેકેશન સમયે બાળાઓએ પર્યાવરણ જાગૃતિના ચિત્રો દોર્યા હતા. જેમાં ભોગાવા નદી, બસ સ્ટેન્ડ પુલ પર કડકડતી ઠંડીમાં ચિત્રો અને સૂત્રો લખતી બાળાઓએ નવો જ મેસેજ આપ્યો છે.

ભારત દેશમાં દિલ્હી, હરિયાણા વગેરે રાજયોમાં પ્રદૂષણ અને પર્યાવરણ બગડતા લોકડાઉનની સ્થિતિ ઉભી થઇ છે. દર શિયાળે ધૂમ્મસ, ઉનાળામાં ગરમી અને ગમે ત્યારે વરસાદ પડતા લોકો મુશ્કેલીમાં આવ્યા છે. ત્યારે વઢવાણની બાળાઓએ ગ્લોબલ વોર્મિંગ સામે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યુ છે. જેમાં વઢવાણની દેવાંશીબા ગઢવી, જાનકી, નિયતિ રાવલ, સુરભી પંડયા વગેરે બાળાઓએ સૂત્રો અને ચિત્રો દોરવા નીકળી પડી હતી. શિયાળાની વહેલી સવારે આ બાળાઓ નદી, પુલ, બસ સ્ટેન્ડ જેવા સ્થળો પર 100થી વધુ ચિત્રો અને સૂત્ર દોર્યા અને લખ્યા હતા.

આ અંગે દેવાંશીબાએ જણાવ્યું કે, વઢવાણ પ્રવેશદ્વાર પુલ પર સેવ ટ્રી થીંક ગ્રીન જેવા સ્લોગન અને ચિત્ર દોરી પર્યાવરણ જાગૃતિ માટે મેસેજ પાસ કર્યો છે. દિવાળી વેકેશનમાં અમોએ આ અભિયાન શરૂ કર્યું હતું. વર્તમાન સમયમાં પ્રદૂષણ અને પર્યાવરણ સામે જનજાગૃતિ જરૂરી છે. આ માટે અમો બાળાઓએ આ નાનકડો પ્રયાસ શરૂ કર્યો છે. દરેક લોકો વિશ્વ ગ્લોબલ વોર્મિંગ સામે પ્રયાસ કરે તેવી સમયની માંગ છે.

અન્ય સમાચારો પણ છે...