સહાય:સુરસાગર ડેરીના 42 મૃતક સભાસદોના વારસદારોને રૂ.18.90 લાખની સહાય

વઢવાણ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મરણોત્તર સહાય યોજના અંતર્ગત ચેરમેનના હસ્તે ચેક અર્પણ

સુરેન્દ્રનગર જિલ્લાના તમામ ગામોમાં દુધ સહકારી મંડળીઓ રચી તેના મારફત દુધ સંપાદન થકી જિલ્લામાં શ્વેતક્રાંતિ સુરસાગર ડેરીએ સર્જી છે. ત્યારે આ ડેરી સાથે જોડાયેલ 1.30 લાખ પશુપાલકો જોડાયેલ છે.આ દુધમંડળીઓના સભાસદો પૈકી કોઇ પણ સભાસદનું મૃત્યુ થાય ત્યારે તેનો પરીવાર આર્થિક મુંજવણ ન અનુભવે માટે અને તેમના દુ:ખમાં સહભાગી થવા દુધ સંઘના સ્વભંડોળમાંથી ચલાવાતી સભાસદ મરણોતર સહાય યોજના અંતર્ગત સભાસદના વારસદારને સુરસાગર ડેરી દ્વારા 40 હજારની સહાય કરાય છે.

ત્યારે વર્ષ 1-4-21થી મૃત્યુ પામનાર વારસદારોને આ યોજનામા 5 હજાર વધારી 45 હજારની સહાય કરાઇ છે. આથી ચેરમેન બાબાભાઇ ભરવાડના હસ્તે મૃત્યુ પામનાર 42 સભાસદોના વારસદારોને 45 હજાર લેખે રૂ.18.90 લાખના ચેક અર્પણ કરાયા હતા.જ્યારે ગૃપ પર્સનલ વિમા યોજના હેઠળ અકસ્માતે અવસાન પામેલા 2 પશુપાલકના વારસદારને 2 લાખ રૂપીયાના ચેક અપાયા હતા.

આ અંગે બાબાભાઇ ભરવાડે જણાવ્યુ કે દુધ મંડળીઓના સભાસદોના મૃત્યુના દુ:ખદ પ્રસંગમાં સુરસાગરડેરી હંમેશા સહભાગી છે. આ યોજનાનો વધુમાં વધુ સભાસદોને લાભ મળે તથા સહાયથી વંચિત ન રહી જાય તે માટે મંત્રીઓએ ખાસ કાળજી રાખવા અપીલ કરી હતી. મેનેજિંગ ડિરેક્ટર ગુરદિતસિંગે તમામ યોજનાઓનો છેવાડાના માણસ સુધી લાભ પહોંચે તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ.

અત્યાર સુધીમાં 293 સભાસદોના વારસદારોને મરણોતર સહાય યોજના અંતર્ગત 1,31,85,000 સહાયઅને જનશ્રી યોજના હેઠળ 130 પશુપાલકના વારસદારોને 50 લખ સીધા બેન્ક એકાઉન્ટમાં સહાય એલઆઇસી દ્વારા જમા કરાયા છે. ગૃપ પર્સનલ અકસ્માત વિમા યોજના હેઠળ 8 પૈકી 5 ક્લેઇમ મંજુર અને 3 ક્લેઇમ પ્રોસેસમાં હોવાનુ જણાવ્યુ હતુ.

અન્ય સમાચારો પણ છે...