તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મટકી ફોડ નહીં તો વોટ નહીં:જન્માષ્ટમી પર્વે મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી ન મળતાં ભક્તોમાં રોષ

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ‘મટકી ફોડ નહીં તો વોટ નહીં’ના સૂત્રો સાથે સોશિયલ મીડિયામાં વિરોધ

સુરેન્દ્રનગર-વઢવાણ સહિતના શહેરોમાં જન્માષ્ટમી શોભાયાત્રા યોજાનાર છે. પરંતુ મટકી ફોડ કાર્યક્રમને મંજૂરી ન મળતા ભક્તોમાં રોષ ફેલાયો છે. આથી મટકી ફોડ નહીં તો વોટ નહીં ના સૂત્રો સાથે સોશિયલ મીડિયામાં વિરોધ ચાલુ થયો છે.

જિલ્લામાં ભાજપની જનઆશીર્વાદ યાત્રામાં ફટાકડા ફોડવા સહિતના કાર્યક્રમોને મંજૂરી અપાઇ હતી. પરંતુ જન્માષ્ટમીમાં મટકી ફોડ કાર્યક્રમોને મંજૂરી ન મળતા શ્રીકૃષ્ણ ભક્તોમાં રોષની લાગણી ફેલાઇ છે. સુરેન્દ્રનગર, વઢવાણ સહિતના શહેરોમાં શોભાયાત્રા નીકળે છે. જેમાં ઠેરઠેર મટકી ફોડ કાર્યક્રમોનું આયોજન કરાય છે. આ વર્ષ મટકી ફોડ કાર્યક્રમોને મંજૂરી મળી નથી.

આ અંગે માલધારી સેનાના પ્રદેશ મંત્રી સતીશભાઇ ગમારા, મહેશભાઇ વગેરેએ જણાવ્યું કે માલધારી સહિત હિન્દુ સમાજ આ દિવસે ભગવાન શ્રિકૃષ્ણને જન્મને મટકી ફોડ દ્વારા આવકારે છે. સુરેન્દ્રનગર, વઢવાણ વગેરે શહેરી વિસ્તારોમાં મટકીફોડ કાર્યક્રમને મંજૂરી ન મળતા આયોજનો રદ કરવા પડ્યા છે. હિન્દુ સમાજના તહેવારો, ધાર્મિક ઉત્સવોમાં જ કોરોના ગાઇડલાઇનનો અમલ કરાવાય છે. આથી તંત્ર મંજૂરી આપે તેવી માગણી છે.

અન્ય સમાચારો પણ છે...