માંગ:ખારવા-રઇને જોડતો રસ્તો બનાવવા આવેદનપત્ર અપાયું

વઢવાણએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નાના કેરાળા, ખારવા, વાઘેલા, રતનપર રીંગ રોડની માંગ વઢવાણ તાલુકા ભાજપે ધારાસભ્યને રજૂઆત કરી

વઢવાણ તાલુકાના ગામડાઓને જોડતા રસ્તાઓ બંધ છે. ખારવા-રઇ ગામ વચ્ચેનો રસ્તો બનાવવાની માંગ ઉઠી છે. ત્યારે વઢવાણ તાલુકા ભાજપ ટીમે આ રસ્તા બાબતે વઢવાણ ભાજપ ધારાસભ્યને લેખિત રજૂઆત કરી છે. વઢવાણ પંથકના ગામડાઓને જોડતા અને ગાડા માર્ગો છે. પરંતુ સમયાંતરે દબાણો કે બાવળોના ઝૂંડને લીધે રસ્તાઓ બંધ છે. જેમાં વાઘેલા-વઢવાણ બાયપાસ કાપનો માર્ગ, રઇ-ખારવા, કારીયાણી-બલદાણા, ટીંબા-ગોમટા વગેરે રસ્તાઓ બંધ છે.

જેના કારણે આ ગામના લોકોને 5થી 10 કિમીનો ફોગટ ફેરો ફરવો પડે છે. ત્યારે વઢવાણ તાલુકાના ખારવા-રઇ ગામ વચ્ચે રસ્તો ખૂલ્લો કરી નવો બનાવવાની માંગ ઉઠી છે. આ અંગે વઢવાણ તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઈ પટેલ, ખારવા સરપંચ ઘનશ્યામભાઈ પટેલ, રઇ ગામના નારાયણભાઈ પાવરા વગેરે લેખિત રજૂઆત કરી છે. જ્યારે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ. જેમાં ખારવા-રઇ, નાના કેરાળા-ટીંબા ગામને જોડતા રસ્તાઓની માંગ કરાઇ છે.

જ્યારે રઇ-ખારવાનો રસ્તો બને તો રાસકા, સમલા વગેરે ગામનો ફાયદો થાય તેમ છે. આ ઉપરાંત ભવિષ્યમાં રીંગરોડ બને તેમ છે. જેમાં વઢવાણ તાલુકાના નાના કેરાળા, ખારવા, વાઘેલા, માળોદ ગામોને જોડતો રીંગરોડ બનાવવાની માંગ ગ્રામજનોએ ઉઠાવી છે.

અન્ય સમાચારો પણ છે...