તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:જિલ્લામાં વર્ષો બાદ પ્રા. શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ યોજાશે

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 136થી વધુ શિક્ષકો માટે સંભવિત 233 જગ્યાની યાદી મુકાઈ
  • ધો.1થી 5માં 87, ધો. 6થી 8માં ગણિત વિજ્ઞાન માટે 70 અને સામાજિક વિજ્ઞાન માટે 76 જગ્યાઓ બતાવવામાં આવી છે

સુરેન્દ્રનગર જિલ્લામાં ફેરબદલી કેમ્પની તારીખો જાહેર થઇ છે. જેમાં શિક્ષણ સમિતિ દ્વારા ધો.1થી8 માટે સંભવિત 233 ખાલી જગ્યાઓનુ લીસ્ટ મુકાયુ છે. જ્યારે રાજ્યભરમાંથી 136થી વધુ શિક્ષકોને તા.18ના રોજ કેમ્પ માટે બોલાવાયા છે. આથી વતનની રાહ જોતા શિક્ષકોએ વતનની વાટ પકડી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોનો જિલ્લા ફેરબદલી કેમ્પ લગભગ એક દાયકાથી થયો ન હતો. આથી ગુજરાતમાં દુર દુર સુધી નોકરી કરતા અને સુરેન્દ્રનગર જિલ્લામાં આવવા માગતા શિક્ષકો માટે રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિલ્લા ફેરબદલી કેમ્પની ઉગ્ર રજૂઆત કરી હતી.

આથી રાજ્ય સરકારે તમામ જિલ્લાઓમાં બદલી કેમ્પ કરવા આદેશો કર્યા હતા. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મીતાબેન ગઢવી, શિક્ષણ સમિતિ ચેરમેન નરેન્દ્રભાઇ મુંજપરા, કો.ઓપ સભ્યો ભરતસિંહ ચાવડા, જયેશભાઇ ભુત વગેરે સભ્યો જિલ્લા ફેર બદલી કેમ્પનું આયોજન કર્યુ છે. સુરેન્દ્રનગર જિલ્લામાં આવવામાંગતા રાજ્યભરમાંથી 136થી વધુ શિક્ષકોને તા.18જુનને શુક્રવારના રોજ બીઆરસી ભવન શિક્ષણ સમિતિ સુરેન્દ્રનગર ખાતે બોલાવાયા છે.

સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા 197 શાળાઓમાં સંભવીત 233 ખાલી જગ્યાઓનું લીસ્ટ બહાર પાડ્યુ છે. જેમાં ધો.1 થી 5માં 87, ધો. 6થી8માં ગણિત વિજ્ઞાન માટે 70 અને સામાજીક વિજ્ઞાન માટે 76 જગ્યાઓ બતાવવામાં આવી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં વર્ષો બાદ જિલ્લા ફેરબદલી કેમ્પનું આયોજન થતા શિક્ષકોમાં આનંદ સાથે વતનની વાટ પકડી છે. જ્યારે આ કેમ્પ સિનિયોરીટી પ્રમાણે અને પારદર્શિતા થાય માટે જિલ્લા શિક્ષણ સમિતિ સભ્યો રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને પ્રાથમિક શિક્ષક સંઘ માર્ગદર્શન આપશે.

અન્ય સમાચારો પણ છે...