તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાન:વઢવાણમાં માતાના મૃત્યુ બાદ 3 પુત્રે 3 લાખનું દાન આપ્યું

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વઢવાણના પુત્રોએ માતાની યાદમાં દાન કર્યું હતું. - Divya Bhaskar
વઢવાણના પુત્રોએ માતાની યાદમાં દાન કર્યું હતું.
  • પાંજરાપોળ, શિક્ષણ, ધાર્મિક સંસ્થાઓને ચેક અર્પણ કર્યાં

સુરેન્દ્રનગરમાં રહેતા દાનુભા મનુભા મોરી ગેડી ગામના વતની છે. તેઓના માતૃશ્રી પૂરીબાનું અવસાન થતા પરિવારજનો એકત્રિત થયા હતા. જેમાં તેમના ત્રણ પુત્રોએ માતાની યાદમાં સમાજને રાહ ચિંધે તેવું પગલું ભર્યું હતું. જેમાં કારડિયા રાજપૂત સમાજ અને કન્યા છાત્રાલયને રૂ.1 લાખનું દાન આપ્યું હતું. જ્યારે મહાજન પાંજરાપોળ લીંબડી અને વઢવાણને રૂ.1 લાખ આપ્યા હતા. આ ઉપરાંત મોટા મંદિર લીંબડી અને દિવ્યજીવન સંઘને રૂ.1 લાખ આપ્યા હતા. આમ દરેકને રૂ.51 હજાર એમ કુલ મળી રૂ.3 લાખનું દાનનો ચેક પણ અર્પણ કરાયો હતો.

આમ કોરોના કાળમાં ગેડી ગામના રાજપૂત સમાજના આ મોરી પરિવારે સમાજને નવી રાહ બતાવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે દાનુભા મોરી કોન્ટ્રાક્ટર સાથે સમાજના ભામાશા તરીકે પણ પ્રખ્યાત છે. તેઓ કોઇ પણ સારા નરસા પ્રસંગોમાં ભેદભાવ વગર મદદ માટે હરહંમેશ તેયાર રહે છે.

અન્ય સમાચારો પણ છે...