તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોભાયાત્રા:100 વર્ષ ચાલતી જૂની પરંપરા મુજબ વઢવાણ નગરમાં મહાદેવજી નગરયાત્રાએ નીકળ્યા

વઢવાણ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
વઢવાણના મુખ્યમાર્ગો પરથી મહાદેવની શોભાયાત્રા નીકળતા ઠેર-ઠેર રંગોળીઓ અને રસ્તાઓ શણગાર કરી આવકારાઇ હતી. - Divya Bhaskar
વઢવાણના મુખ્યમાર્ગો પરથી મહાદેવની શોભાયાત્રા નીકળતા ઠેર-ઠેર રંગોળીઓ અને રસ્તાઓ શણગાર કરી આવકારાઇ હતી.
  • શેરીઓમાં ફરતા સ્વાગત માટે શણગાર, રંગોળી કરાઈ, શોભાયાત્રા સંપન્ન સમયે મહાઆરતી કરાઈ

વઢવાણ શહેરમાં 100 વર્ષથી ચાલતી પરંપરા મુજબ શ્રાવણી સોમવતી અમાસે મહાદેવ નગરયાત્રાએ નીકળ્યા હતા. જેમાં ક્ષેમશંકર મહાદેવ, રામનાથ મહાદેવ, વડેશ્વર મહાદેવની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર નીકળી હતી. વઢવાણ શહેરમાં શ્રાવણી સોમવતી અમાસ હોવાથી શેરીઓએ રંગોળી, શણગાર કરાયા હતા. વઢવાણ વાઘેશ્વરી ચોકમાં ક્ષેમશંકરદાદાના સાનિધ્યમાં મહાઆરતી થઇ હતી. જેમાં મળિયા પા યુવક મંડળના મુકેશભાઇ દવે, યુવાનો ધજા લઇને પહોંચ્યા હતા. આ નગરયાત્રા ખાંડીપોળ, માધાવાવ, મોતીચોક, મસ્જિદ ચોક, મુખ્ય બજાર થઇને ધોળીપોળ પહોંચી હતી.

શોભાયાત્રાને સફળ બનાવવા વઢવાણ બ્રહ્મસમાજના સેક્રેટરી પ્રફુલ્લભાઇ શુક્લ, રામનાથ મહાદેવના સુનીલભાઇ મહેતા, મુકેશભાઇ દવે, સ્મિતાબેન રાવલ સહિતનાએ સેવા આપી હતી.સોમવતી અમાસે લખતર શહેરની મધ્યમાં આવેલ નીલકંઠ મહાદેવની શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રા શહેરનાં મુખ્યમાર્ગો જેવા કે શાક માર્કેટ, હવેલી ચોક, ખોડીયાર માં ની દેરી, વડવાળી શેરી, માઢમેડી, મેઈન બજાર, ખાળીયા શેરીએ થઈને નિલકંઠ મહાદેવ મંદિર પરત ફરી હતી. જ્યાં ધ્વજારોહણ કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...