ચૂંટણી:જિલ્લામાં આમઆદમી પાર્ટી વિધાનસભા ચૂંટણી લડશે

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રમુખ, પ્રભારી સહિતના હોદ્દેદારોની વરણી
  • સંગઠન માળખાની ટૂંક સમયમાં જાહેર કરાશે

સુરેન્દ્રનગર જિલ્લામાં આપ પાર્ટીએ સંગઠનનું માળખુ બનાવવા કવાયત હાથ ધરી છે. જેમાં જિલ્લા પ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી રાઇ છે.જ્યારે અન્ય હોદ્દેદારોની નિમણુંક અને વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની ટૂંક સમયમાં નિમણુંક થવાની જાહેરાત કરી છે.

વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના રાજકારણમાં પગપેસારો કરી ચુકી છે. સુરેન્દ્રનગર લોકસભાની 7 વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત પણ કરી દીધી છે. ત્યારે વઢવાણ જીઆઇડીસી ખાતે આપની બેઠક યોજાઇ હતી.

જેમાં પ્રદેશ સંગઠન મંત્રી રાજભા ઝાલા, વિક્રમ દવે વગેરેની ઉપસ્થિતિમાં નવા હોદ્દેદારોની જાહેરાત થઇ હતી. સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટી પ્રમુખ પદે હિતેષભાઇ નાયકપરાની વરણી કરાઇ હતી. કમલેશભાઇ કોટેચાને સંગઠન મંત્રી સુરેન્દ્રનગર-બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી બનાવાયા છે.

બેઠકમાં જિલ્લાનુ સંગઠન માળખુ બનાવવા માટે ચર્ચા કરાઇ હતી. આગામી સમયમાં જિલ્લા-તાલુકાના હોદ્દેદારોની જાહેરાત પણ કરાશે. બેઠકમાં ખેડૂતો, સરકારી જીનીંગ કૌભાંડ, તાઉતે વાવાઝોડા સહાય કૌભાંડ સહિતના મુદ્દાઓ પણ ચર્ચાયા હતા.

અન્ય સમાચારો પણ છે...