તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ઝાલાવાડમાં ચુડા અને વઢવાણી મરચાંઓ દેશ વિદેશમાં વખણાય છે આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.110થી રૂ.230 સુધીનો ભાવ વધારો થતાં ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં પાણી લાવી દેશે.
ઝાલાવાડમાં માર્ચ માસના પ્રારંભે લાલ મરચાંના વેચાણનો પ્રારંભ થાય છે. ઉનાળામાં ગૃહિણીઓ મરચાંની ખરીદી મોટા પાયે કરે છે. આથી હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂ્ક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં 30 થી 50 ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની તિખાશ આંખમાં અવશ્ય પાણી લાવી દેશે. બીજીતરફ ખેડૂતોએ ખેતરોમાંથી મરચાંની કાપણી કરી વેપારીઓને વેચાણ માટે આપી દીધા છે. જેમાં ચુડાના અને અન્ય મરચાંઓનું વેચાણ ગુજરાત અને ગુજરાત બહાર પણ શરૂ થઈ ગયુ છે.
આ અંગે ચુડાના સિકંદરભાઈ, ઈરફાનભાઈ વગેરેએ જણાવ્યું કે, આ વર્ષે હવામાન અનુકુળ ન હોવાથી મરચાનો છોડ યોગ્ય ઉગ્યો જ નહી અને રોગચાળાના લીધે 20 ટકા ઉત્પાદન ઘટ્યુ હતુ. ખેડૂતો પાસે ઓછા ભાવે લઇ વેપારી 25 ટકા વધુ ભાવે મરચાનો મસાલો બનાવી વહેચી દે છે. આમ ઓછુ ઉત્પાદન અને રોગચાળો આ ભાવ વધારાનું મુખ્ય કારણ બન્યો છે.સારી ગુણવત્તાવાળા મરચાના ભાવો ડબલ ગણો વધારો થયો છે. જ્યારે અન્ય મરચાંના ભાવો 30 થી 50 ટકા વધ્યા છે. જ્યારે હંસાબેન, લીલાબેન વગેરે ગૃહિણીએ જણાવ્યુ કે, મરચાંના ભાવો સંભાળીને આંખમાં પાણી આવી જાય છે. ના છૂટકે ઓછાં જથ્થામાં પણ ખરીદી કરવી પડશે.
સરકારે નીતિ બદલી યોગ્ય ભાવ બાંધણું કરવું જોઇએ
મરચાના પાકમાં ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા છે. આ ઉપરાંત મરચાના છોડમાં રોગચાળો આવ્યો હોવાથી પણ પાકને નુકશાન થતા ઉત્પાદન ઘટ્યુ છે. કેન્દ્ર અને રાજ્ય સરકારે નિતી બદલીને ખેડૂત અને ગૃહિણી માટે યોગ્ય ભાવ બાંધણુ કરવુ જોઇએ. > રસિદભાઇ કોંઢિયા, મરચાની ખેતી કરતા ખેડૂત અને વેપારી
2 વર્ષના દળેલા મરચાંનો ભાવ (પ્રતિકિલો)
મરચાં | 2019 | 2020 |
રેશમપટ્ટો | 160 | 270 |
કાશ્મીરી ડબ્બી | 220 | 450 |
ચુડા મરચાં | 100 | 250 |
તીખ્ખી મરચી | 120 | 250 |
ગોંડલપટ્ટો | 200 | 270 |
કાશ્મીરી મરચાં | 200 | 350 |
તેજા | 120 | 290 |
વન્ડર | 220 | 350 |
ટમેટી | 220 | 350 |
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.