તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સારવાર:સુરતના તબીબે ઓક્સિજન થેરાપીથી 20 દર્દીને સાજા કર્યા

વઢવાણ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વઢવાણના ધારાસભ્યે ખાસ સુરતથી તબીબને બોલાવ્યા
  • વાયુમાંથી પ્રવાહી ઓક્સિજન બનાવી દર્દીને નસમાં પહોંચાડાયો

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાના કેસો વધતા હોસ્પિટલો હાઉસ ફુલ છે. ત્યારે કોરોના દર્દીઓની ઑક્સિજનની મુશ્કેલી દુરકરવા એક્ટીવ ઑક્સિજન થેરાપી આશાનું કિરણ બન્યુ છે. જેમાં 02 માંથી 03 ઑક્સિજન બાટલા સ્વરૂપે દર્દીઓને અપાય છે. જેના કારણે નબળા ફેફસાને સક્રિય કરી ઑક્સિજન લેવલમાં વધારો થતો હોવાનુ ડો.ધર્મપ્રકાશ દુધરેજીયાએ જણાવ્યુ હતુ.

સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ અનેક સ્થળો પર કોવિડકેર સેન્ટર કાર્યરત છે. પરંતુ ઑક્સિજનની તંગીને લીધે કોરોના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા છે. ત્યારે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે એક્ટિવ ઑક્સિજન થેરાપી માટે સુરતથી ડો.ધર્મપ્રકાશ દૂધરેજીયાને બોલાવ્યા હતા. આથી આનંદ ભુવન ખાતે એક્ટિવ ઑક્સિજન થેરાપીથી કોવિડના દર્દીને સારવાર શરૂ કરાઇ છે. જેમાં ડો.અલકાબેન દેવમુરારી, મનીષભાઇ પટેલ વગેરે દ્વારા ઉકાળા, દવા અને ઑક્સિજનના બાટલા તૈયાર કરાયા હતા.

આ પદ્ધતિથી અત્યાર સુધીમાં 20 દર્દીઓને સારવાર અપાઇ છે. જેના પરિણામ સારા આવતા અન્ય દર્દીઓને પણ સારવાર કરાશે. આ અંગે ડો.ધર્મપ્રકાશ દુધરેજીયાએ જણાવ્યુ કે એક્ટીવ ઑક્સિજન થેરાપીમાં o2 માંથી o3 ઑક્સિજન સક્રિય કરાય છે. જે બાટલા સ્વરૂપે કોવિડના દર્દીને આાપવામાં આવે છે. જેના કારણે નબળા ફેફસાને સક્રિય થતા લોહિમાં પરિભ્રમણ થતા ઑક્સિજન લેવલમાં વધારો અને સીઆરપી 50 ટકાથી નીચે આવે છે.

અન્ય સમાચારો પણ છે...