તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:નવા સત્રની શરૂઆતમાં 1 મહિનો બ્રિજ કોર્સ ભણાવાશે

વઢવાણ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓને પાઠ્યપુસ્તકો મેળવવામાં મુશ્કેલી

સુરેન્દ્રનગર જિલ્લામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયી ગયો છે. ત્યારે ગત વર્ષે ભણેલા ધોરણનો અભ્યાસ સત્ર સમજવા અને મહાવરા માટે એક મહિનો બ્રિજ કોર્સ ચાલનાર છે. આથી પાઠ્ય પુસ્તકો પણ બજારમાં મોડા આવશે હાલ બ્રિજ કોર્સની તાલીમ પૂર્ણ થતા શિક્ષકો એક માસ જૂનો કોર્સનો મહાવરો વિદ્યાર્થીઓને કરાવશે.હાલ ધો.1માં નવા બાળકોને પ્રવેશનો ધમધમાટ શરૂ થયો છે. આથી વાલીઓ વાલી ફોર્મ ભરીને પ્રવેશ માટે દોડધામ કરી રહ્યા છે.

જિલ્લામાં ધો.1થી 8માં 2.25 લાખ વિદ્યાર્થીને બ્રિજ કોર્સનો અભ્યાસ એક મહિના સુધી ચલાવનાર છે. આ અંગેની તાલીમ ઓનલાઇન શિક્ષકોને આપવામાં આવી છે. આ બ્રિજ કોર્સ એક મહિનો ચાલશે. હાલ વિદ્યાર્થીઓને ઓફલાઇનને બદલે ઓનલાઇન શિક્ષણથી સંતોષ માનવો પડશે. બીજી તરફ સરકારી અને ખાનગી શાળાઓમાં પુસ્તકોનું વિતરણ શરૂ થયું છે. પરંતુ બજારમાં પાઠ્ય પુસ્તકો મેળવવામાં વાલીઓને મુશ્કેલી પડી રહી છે.

અન્ય સમાચારો પણ છે...