તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યુર્નિવર્સિટીની કસોટી:ઝાલાવાડના 36 કોલેજિયન 10-10 વર્ષથી પાસ થતાં નથી; બી.કોમ, બીબીએ, બીએસસીનો કોર્સ પાસ કરવામાં આંખે પાણી આવ્યા

વઢવાણ22 દિવસ પહેલાલેખક: જેઠુભા અસવાર
 • કૉપી લિંક
 • યુનિવર્સિટીને એક વિદ્યાર્થી પાછળ આશરે રૂ.1300થી વધુનો ખર્ચ થાય છે

અસવાર જેઠુભા| સુરેન્દ્રનગર શિક્ષણ નગરી તરીકે પ્રખ્યાત છે. જિલ્લામાં સી.યુ.શાહ યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વગેરેની સંલગ્ન કોલેજો કાર્યરત છે. જેમાં બી.એ, બી.કોમ, બી.એસસી જેવા સ્નાતક અને અનુસ્નાતક અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. આ અભ્યાસક્રમોમાં હજારો વિદ્યાર્થીઓ પરિક્ષા દર વર્ષે આપે છે. જેમાં લાખો રૂપિયાના ખર્ચે કોલેજો અને યુનિવર્સિટીને કરવો પડે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના જુદાજુદા કોર્સના એક-બે નહીં પરંતુ 10-10 વર્ષથી એક જ કોર્ષમાં વિદ્યાર્થીઓ નાપાસ થઇ રહ્યાનો ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં બી.કોમ સમેસ્ટર -5 માં સુરેન્દ્રનગરના 14 અને લીંબડીના 17 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે બી.એસસી, બી.બી.એ વગેરે 5 વિદ્યાર્થીઓ 2010થી પરિક્ષા આપી રહ્યા છે. 10 વર્ષથી નાપાસ થતા એક વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા પાછળ યુનિવર્સિટીને રૂ.1300નો ખર્ચ થાય છે.

પરીક્ષા માટે યુનિ.ને કરવી પડતી પ્રક્રિયા

 • જે તે વિષયની પરીક્ષાના પેપર સેટ કરવા કમિટી
 • પરીક્ષા માટેના કુલ 3 પેપર કાઢવા પડે જેમાંથી 2 ફાઇનલ થાય છે.
 • પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ સ્વિકારવા, હોલ ટીકીટ જનરેટ કરવી પડે છે.
 • વિદ્યાર્થી પાસ હોય તો પણ મિનીમમ 50 પેપર છપાવવા પડે છે.
 • પરીક્ષા કેન્દ્ર ફાળવવુ, પરીક્ષા સંચાલન ખર્ચ
 • ઉતરવહી અને પ્રશ્નપત્ર કેન્દ્ર પર ગાડી મોકલવી પડે છે.
 • ઉતરવહી ચકાસણી માટે આધ્યાપકો રાખીને પરિણામ જાહેર થાય છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના 419 વિદ્યાર્થી ભણવામાં ઢ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 419 પરીક્ષાર્થીઓ 10-10 વર્ષથી પરીક્ષા આપવા છતા પાસ થઇ શકતા નથી. આથી છેલ્લા દશવર્ષથી નાપાસ થતા વિદ્યાર્થીઓની પરિક્ષા લેવા પાછળ યુનિવર્સિટી દર વર્ષે 5.50 લાખથી વધુ ખર્ચ કરી રહી છે. જેમાં વિદ્યાર્થી દીઠી રૂ.1300નો ખર્ચ ભોગવવો પડી છે.

યુનિ.ને આર્થિક ભારણ વધી રહ્યું છે : પ્રાચાર્ય
હાલમાં સેમેસ્ટર પધ્ધતિ અમલી છે. જેમાં 3 વર્ષની ભેગી માર્કશીટ બને છે. જયારે સમગ્ર દેશમાં સમાન અભ્યાસક્રમની બાબત ચાલી રહી છે. ત્યારે 10 વર્ષથી નાપાસ થતા વિદ્યાર્થીઓ કોલેજ અને યુનિવર્સીટી માટે મુંઝવણરૂપ છે. આ નાપાસ થતા વિદ્યાર્થીઓને કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીને આર્થિક ભારણ વધી રહ્યુ છે. ત્યારે વિદ્યાર્થીઓના હીતમાં કોઇ નક્કર આયોજન જરૂરી બન્યુ છે.> ડી.વી.વાજાણી, એમ.પી.શાહ કોમર્સ કોલેજના પ્રાચાર્ય

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો